વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જસદણ પ્રખંડ દ્વારા અયોધ્યા રામ લલ્લાની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા ની બીજી વર્ષગાંઠ નિમિત્તે હનુમાન ચાલીસાનું ભવ્ય આયોજન અયોધ્યામાં શ્રીરામ મંદિર મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ નિમિત્તૅ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વાજશુપરામાં આવેલ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરેલ છે રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024 ના રોજ થઈ હતી તે દિવસે પોષ સુદ બારસ હતી જેને કુર્મ દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વખતે આ તારીખ 31 ડિસેમ્બરે આવી રહી છે. આ તહેવારને પ્રતિષ્ઠા દ્વાદશી નામ આપવામાં આવ્યું છે. આથી પ્રતિષ્ઠા દ્વાદશીનો તહેવાર 31 ડિસેમ્બર 2025ના રોજ શ્રી કષ્ટભજન ધૂન મંડળ ગોરડકા દ્વારા રોકડિયા હનુમાનજી મંદિર વાજસુરપરા જસદણ , સાંજે ૯ કલાકે , સંગીતમય હનુમાન ચાલીસા પાઠ કરીને વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ જસદણ પ્રખંડ દ્વારા ઉજવવામાં આવશે.વિશ્વ હિન્દુ પરિષદ જસદણ શહેરના સર્વે સનાતન ધર્મપ્રેમીઓને જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવે છે
જસદણની પ્રભુ સદભાવના સેવા સમિતિ
દ્વારા નવા એસટી ડેપો પાછળ એસ પ્લાનિંગ હોલ ખાતે ૧લી જાન્યુઆરીથી શરૂ થશે સિનિયર સિટીઝન લાફિંગ ક્લબ નવા વર્ષથી વડીલોના જીવનમાં ગુંજશે હાસ્યના ફુવારા દાન લીધા વિના ચાલતી સંસ્થા દ્વારા શહેરના ઈતિહાસમાં પ્રથમવાર અનોખું આયોજન કરાયું છૅ નવા વર્ષના પ્રારંભે વડીલો માટે એક પ્રેરણાદાયી અને નવતર અભિગમ સાથે નવી પહેલ કરવામાં આવી રહી છે વડીલોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાને રાખી શહેરમાં પ્રથમ વખત સિનિયર સિટીઝન લાફિંગ ક્લબનો ભવ્ય પ્રારંભ થશે જૅમા વડીલોનું મનગમતી પ્રવૃત્તિ માત્ર હાસ્ય પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ અહીં સિનિયર સિટીઝન્સને ગમે તેવી વિવિધ સાંસ્કૃતિક, સામાજિક અને મનોરંજક
પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે. વડીલોન એકલવાયા જીવનમાં ખુશીઓના રંગ ભરવા ઉત્તમ માધ્યમ બનશે આ સંસ્થાની સૌથી મોટી વિશેષતા એ છે કે, પ્રભુ સદભાવના સેવા સમિતિ મજબૂત નિશ્ચય સાથે વડીલોની સેવા કરવાનુ બીડું ઝડપવામાં આવ્યું છે. આ આયોજનનો મુખ્ય હેતુ સિનિયર સિટીઝનનું માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે અને આનંદ મેળવી શકે સંસ્થાના આગેવાનો સુરેશભાઈ ધોળકિયા વિજયભાઈ રાજપુત સહિતની ટીમ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે.