વિંછીયાની દિવ્યા સરવૈયાએ ચંદીગઢમાં રાષ્ટ્રીય જુડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી ડંકો વગાડ્યો
જસદણ વિંછીયા પંચાળ પંથકનું ગૌરવ દિવ્યા ને વિનોદભાઇ વાલાણીએ ઉજ્વળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી
જસદણ વિંછીયા પંચાળનું ગૌરવ વધારતી વેરાવળ ભડલી ની દીકરી દિવ્યા સરવૈયા નૅ પંચાલ વિકાસ બોર્ડના પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ શુભેચ્છાઓ પાઠવી છૅ વિછીયા તાલુકાના વેરાવળ ગામ ની કોળી સમાજની દીકરી દિવ્યા સરવૈયાએ ચંદીગઢ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય જુડો ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ૪૪ kg વજન માં ગોલ્ડ મેડલ મેળવી ડંકો વગાડ્યો હતો સાથે સાથે એશિયન ગેમ અને વર્લ્ડ જુડો ચેમ્પિયનશિપમાં પોતાનું સ્થાન પાક્કું કરી સમગ્ર વિસ્તાર નું ગૌરવ વધારેલ છેત્યારે દીકરી દિવ્યા સરવૈયાને પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.