error: This Content is protected !!

જસદણના ભંડારીયા ગામૅ આધ્યા ના રસ્તે સીતા ફળ ના ઝાડ નીચે જુગાર રમતા આઠ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

જસદણ તાલુકાના ભંડારીયા ગામની સીમ વિસ્તારમાં જાહેરમાં ચાલી રહેલા જુગારધામ પર પોલીસે દરોડો પાડી 8 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસને ખાનગી બાતમી મળી હતી કે ભંડારીયા ગામની સીમમાં આધિયા રસ્તા પાસે આવેલા દશનાળા વાડી વિસ્તારમાં, જીણાભાઈ નારણભાઈ મોઢની વાડી નજીક નદીના કાંઠે સીતાફળીના ઝાડ નીચે કેટલાક લોકો પૈસાની હારજીતનો તીનપત્તીનો નસીબ આધારિત જુગાર રમી રહ્યા છે.બાતમીના આધારે પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. સ્ટ્રીટ લાઈટના અજવાળામાં કેટલાક શખ્સો ગોળ કુંડાળું વળી ગંજીપતાના પત્તા વડે જુગાર રમતા જોવા મળ્યા હતા. પોલીસને જોઈ કેટલાક શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તમામને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે પંચોની હાજરીમાં તપાસ કરતા સ્થળ પરથી જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતા ગંજીપતાના 52 પત્તા અને રોકડ રૂ. 81,250 મળી આવ્યા હતા. સમગ્ર મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે ગુજરાત જુગાર ધારા કલમ-12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.ઝડપાયેલા આરોપીઓમાં મુકેશભાઈ છનાભાઈ સોરાણી, પ્રવિણભાઈ હરજીભાઈ મેવાસીયા, કેવલભાઈ ધીરુભાઈ રાઠોડ, દિનેશભાઈ ધીરજલાલ મકવાણા, પ્રવિણભાઈ સવશીભાઈ મકવાણા, રમેશભાઈ જીવાભાઈ અજાડીયા, રાજેશભાઈ ગોવિંદભાઈ મેર તથા જીણાભાઈ નારણભાઈ મોઢનો સમાવેશ થાય છે.પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. આ ગુનાની તપાસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ કનુભાઈ ગઢાદરાને સોંપવામાં આવી છે.