વીંછિયાના અમરાપુર સતરંગ જવાના રસ્તે ગેરકાયદે સફેદ સ્ટોન બેલા ભરેલા ટ્રેક્ટર સાથૅ બે શખ્સ ઝડપાયા
એસઓજી ટીમે રૂ,11.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સફૅદ સૉના સમાન બેલાની હેરફેર કરતા બંને સામે કાર્યવાહી કરી
રાજકોટ રૂરલ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ બ્રાંચે વીંછિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજચોરી ઉપર ધૉષ બોલાવી છૅ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અમરાપુરથી સતરંગ જવાના માર્ગ પરથી કોઈપણ પ્રકારના પાસ, પરમિટ કે રોયલ્ટી વગર ગેરકાયદેસર ખનીજ બેલા પથ્થર ભરીને જઈ રહેલા બે ટ્રેક્ટર-ટ્રોલી ઝડપી પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી.
એસ.ઓ.જી. ટીમ વીંછિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન અમરાપુર ગામથી સતરંગ જવાના રસ્તા પર શંકાસ્પદ હાલતમાં નીકળેલા બે ટ્રેક્ટર-ટ્રોલીને અટકાવીને ચેક કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ટ્રેક્ટરમાં ભરેલા ખનીજ બેલા પથ્થર અંગે ચાલકો પાસે કોઈ કાયદેસરના આધાર-પુરાવા કે રોયલ્ટી પાસ મળી આવ્યા નહોતા. આથી પોલીસે ખનીજચોરી અંગે હાથસણી ગામના કમાભાઈ જાગાભાઈ સુસરા અને મોટા હડમતીયા ગામના બેચરભાઈ ઘુઘાભાઈ ત્રમટા નામના બે શખ્સોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે આ સફળ ઓપરેશન દરમિયાન એક ટ્રેકસ્ટાર કંપનીનું ટ્રેક્ટર અને ટ્રોલી, એક મહિન્દ્રા કંપનીનું ટ્રેક્ટર અને ટ્રોલી, કુલ 12.4 મેટ્રિક ટન ગેરકાયદેસર ખનીજ બેલા પથ્થર મળી કુલ અંદાજિત કિંમતઃ રૂ.11,74,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ઉમેર્યું હતું કે, જિલ્લામાં ગેરકાયદેસર ખનીજચોરી અને પરિવહન કરનારા તત્વો સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી યથાવત રાખવામાં આવશે