જસદણના આટકોટમાં કાકી સાથેની પારિવારિક રકઝક મા માઠું લાગતા સંગીતાબેને આત્મઘાતી પગલું ભર્યું ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો
જસદણ ના આટકોટમાં પારિવારિક રકજકમાં માથું લાગી આવતા પરિણીતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા રાજકોટ સારવારમાં ખસેડવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ આટકોટમાં કૈલાશનગરમાં રહેતી સંગીતાબેન નાગજીભાઈ રાઠોડ ઉ.વ.૩૩ ની પરિણીતાએ સાંજે ઘરે હતી ત્યારે ફિનાઈલ પી લેતા રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવી છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આટકોટ પોલીસને જાણ કરી હતી. પરિણીતાના લગ્ન થયાને ૧૦ વર્ષ જેટલો સમય થયો છે. સંતાનમાં દીકરો દીકરી છે. કાકી સાથે કામ બાબતે બોલાચાલી થતા તેનું માઠુ લાગી આવવાથી આત્મઘાતી પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.