વીરનગર પાસે જીવદયા પ્રેમીઓએ રાત્રીના ટ્રક અટકાવતા નવ ગાયૉ અને ત્રણ વાછરડાં કુર્તાપૂર્વક બાંધેલા મળ્યા
આટકોટ પોલીસે ટ્રક સાથે વડિયાના મોરવાડાના શખ્સનૅ ઝડપયો પશુઑનૅ તાપી તરફ લઈ જતોતૉ પશુ ક્રુરતા અધિનિયમ હેઠળ ગુનો દાખલ
જસદણના વીરનગર પાસેથી જીવદયા પ્રેમીઓએ ગાયો અને વાછરડા ભરેલ ટ્રક ઝડપી પાડ્યો જાણવા મળતી વિગતો મુજબ,
રાજકોટમાં મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે રહેતા જીવદયાપ્રેમી ભાવિનભાઈ ઘનશ્યામભાઈ ધીયાડ દ્વારા આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના મોરવાડા ગામે રહેતા જયરાજ કનુભાઈ બસિયા (ઉ.વ. ૩૩) નું નામ આપ્યું છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.જીવદયાપ્રેમીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને એવી માહિતી મળી હતી કે, રાજકોટ ભાવનગર રોડ પર વીરનગર પાસેથી પશુ ભરેલો એક ટ્રક પસાર થવાનો છે. જેથી આ માહિતીના આધારે જીવદયાપ્રેમીઓએ અહીં રાત્રિના વોચ ગોઠવી હતી. અને આ બાબતે પોલીસને પણ જાણ કરી હતી. દરમિયાન શંકાસ્પદ ટ્રક પસાર થતાં જીવદયા પ્રેમીઓએ આ ટ્રક અટકાવ્યો હતો. બાદમાં ટ્રકમાં તપાસ કરતા ટૂંકમાં ક્રૂરતાપૂર્વક ખીચોખીચ બાંધી પશુઓને ઘાસચારાની વ્યવસ્થા કર્યા વગર રાખવામાં આવ્યા હોવાનું માલુમ પડયું હતું. આ ટ્રક ચાલકની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ જયરાજ બસીયા હોવાનું જણાવ્યું હતું. ટ્રકમાંથી નવ ગાય અને ત્રણ વાછરડાને ક્રૂરતાપૂર્વક બાંધી રાખવામાં આવ્યા હતા પશુઓને લઈ જવા માટેના જરૂરી કાગળો ટ્રક ચાલક પાસે માંગતા તેની પાસે આવા કોઈ કાગળો ન હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ મામલે જીવદયાપ્રેમી દ્વારા આ ફરિયાદ નોંધાવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી પશુઓ અને ટ્રક સહિત રૂ. ૮.૯૩ લાખનો મુદ્દામાલ કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં આ શખસ પશુઓને ટૂંકમાં ભરી સુરતના તાપી તરફ જતો હોવાનું માલુમ પડ્યું છે.