error: This Content is protected !!

જસદણ નગરપાલિકા પાછળ જુગાર રમતા ચાર શખ્સૉ ઝડપાયા ઍક ફરાર ત્રણ મોબાઈલ રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત

પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર મદદનીશ પોલીસ અધિક્ષક નવીન ચક્રવર્તી દ્વારા દારૂ જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હોય જસદણ પોલીસ ઇન્સ્પેક્ટર જે પી ગોસાઈ માર્ગદર્શન મુજબ જસદણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે જસદણ નગરપાલિકા પાછળ આવેલા વાજસુરપરા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સ ગંજીપત્તાના પાનાથી તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલીસે રંગમાં ભંગ પાડયો હતો. પોલીસે સ્થળ પરથી ભુપતભાઈ સાતાભાઈ મેવાડા, વિપુલભાઈ નારણભાઈ સોલંકી, લાલભાઈ બિજલભાઈ સોરીયા અને મહેશભાઈ વલકુભાઈ વાળાને ઝડપી પાડયા હતા, જ્યારે અશોકભાઈ મોહનભાઈ રાવલ નામનો એક આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન સ્થળ પરથી ત્રણ મોબાઈલ ફોન, રોકડ રકમ રૂ. 12,350, ગંજીપત્તાના 52 પાના તથા અન્ય સામાન મળી કુલ રૂ. 27,350નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જસદણ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.