error: This Content is protected !!

જસદણના રાણીંગપર ગામે લીમડાના ઝાડ નીચે જુગાર રમતા નવ શખ્સોને ભાડલા પોલીસે ઝડપી પાડ્યા

જસદણ તાલુકાના રાણીગપર ગામે લીમડાના ઝાડ નીચે લેમ્પના અંજવાળે જાહેરમાં જુગાર રમતા 9 શખ્સોને ભાડલા પોલીસે ઝડપી પાડ્યા છે દરોડાની મળતી વિગતો મુજબ, ભાડલા પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે રાણીંગપર ગામે દરોડો પાડી દેવરાજ મકવાણાના ઘર પાછળ લીંબડાના ઝાડ નીચે લેમ્પના અજવાળે જુગાર રમતા નવ શખસોને ઝડપી લીધા હતાં.જેમાં સંજય ભીખા મકવાણા, લાલજી ભુપત સોમાણી, દેવરાજ ભીખા મકવાણા, જયરાજ જાદવ સોમાણી, વનરાજ ગોવિંદ ઝાપડીયા, વિપુલ જેમા મકવાણા, બાબુ કરશન પરમાર, રાયધન નરશી સોમાણી અને રાજેશ નાનજી સોમાણીનો સમાવેશ થાય છે. પોલીસે રોકડ રૂ. 37,250 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.