આજથી બે દિવસની કમૉસમી વરસાદની આગાહીને પગલે જસદણ યાર્ડ દ્વારા ખેડૂતોએ જણસ ઢાંકીને લાવવા તેમજ સલાખૉ બૂંગણ તાડપત્રી સાથૅ રાખવા જણાવ્યું છે
જસદણ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દરબાર સાહેબ શ્રી શિવરાજ કુમાર ખાચર માર્કેટિંગ યાર્ડ દ્વારા તમામ સબંધકર્તા સર્વેને જણાવ્યું છૅ કે હવામાન ખાતા તથા આગાહીકારો દ્વારા આજથી તા:31/12/2025 થી બે દિવસ સુધી છૂટા છવાયા વરસાદી માવઠા થવાની શક્યતાઓ હોવાથી માર્કેટ યાર્ડમાં ખેતપેદાશો લઈ આવતા ખેડૂતોભાઈઓ એ પોતાની જણસી ઢાંકીને તથા બુંગણ તાડપત્રી સલાખા જૅવી ઢાંકવાની વ્યવસ્થા સાથે લાવવા ખાસ સૂચના આપવામાં આવે છે
આ અંગેની જાણ દરેક કમિશનએજન્ટ ભાઈઓ એ પોત પોતાના ખેડૂત ભાઈઓ ને કરી આપવા બજાર સમિતિ- જસદણ એ જણાવ્યું છે