વિંછીયા કોળી સમાજની ત્રણ દીકરીઓએ પંજાબ ચંદીગઢમાં નેશનલ જુડો સ્પર્ધામા ગોલ્ડ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો
પંચાળ સૌરાષ્ટ્ર ગુજરાતનું ગૌરવ વધારતી દીકરીઓને વિનોદભાઈ વાલાણીએ સન્માનિત કરી ઉજ્વળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી
પંચાળ પ્રદેશ ની વીંછિયા તાલુકા ની કોળી સમાજની ત્રણ દીકરીઓએ ઇતિહાસ રચ્યો છૅ ચંદીગઢમાં નેશનલ જુડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી ડંકો વગાડ્યો છૅ દેવભૂમિ પંચાળ સૌરાષ્ટ્ર ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યુ.છૅ તાજેતરમાં પંજાબ ના ચંદીગઢ ખાતે ચાલી રહેલી જુડોની નેશનલ ચેમ્પિયનશિપમાં પ્રથમ દિવસે ગુજરાત સૌરાષ્ટ્રની ત્રણ ત્રણ કોળી સમાજની દીકરીઓએ ગોલ્ડન હેટ્રિક સર્જી હતી, વિછીયાની પૂજા ચારોલીયા એ 40 kg વજન વર્ગની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે વિછીયા ની બીજી દીકરી દિવ્યા સરવૈયાએ 44 kg વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો તેમજ 48 કિલોગ્રામ વજન વર્ગમાં પાલીતાણા ની દિવ્યા મકવાણાએ પણ ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ભારતભર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે સાથે સાથે ત્રણેય દીકરીઓએ એશિયન ગેમ અને વર્લ્ડ જુડો ચેમ્પિયનશિપમાં પોતાનું સ્થાન પાકું કર્યું છે ત્યારે સમગ્ર ભારતભરમાં ગૌરવ અને આનંદની લાગણી પ્રસરી છે અને આ સિદ્ધિ માટે સમગ્ર ભારતભરના કોળી સમાજ માટે ગૌરવભેર આનંદની ક્ષણ બની રહી છે ત્યારે ત્રણેય દીકરીઓને પાંચાળ વિકાસ બોર્ડ અને વિંછીયા તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ સન્માનિત અને પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્યની શુભેરછાઓ પાઠવી હતી