સરધાર ના હલેન્ડા ગામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયો
આજીડેમ પોલીસનો દરોડો બી.એ.નો અભ્યાસ કરનાર શખ્સ છ માસથી ક્લિનિક ચલાવતો હતો દવાઓ, મેડિકલ સાધનો સહિત રૂ.૮,૫૯૨ નો મુદ્દામાલ જપ્ત
સરધાર પાસૅ આવેલા હલેન્ડા ગામે ડિગ્રી વગર કલિનિક ચલાવતા બોગસ ડોકટરને આજીડેમ પોલીસે ઝડપી લઈ મેડિકલ સાધનો સહિત રૂ. ૮,૫૯૨ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બોગસ તબીબે બી.એ.નો અભ્યાસ કર્યો છે. છેલ્લા છ માસથી તે ડોક્ટર બની કિલિનિક ચલાવી લોકના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું ખુલ્યું હતું. દરોડાની વિગત મુજબ, આજીડેમ પોલીસ મથકના પીઆઈ એચ.એન. પટેલની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એવી બાતમી મળી હતી કે, રાજકોટ તાલુકાના હલેન્ડા ગામ ખાતે રામજી મંદિર પાસે આવેલ નામ વગરની દુકાનમાં દવાખાનું ચાલે છે અને આ દવાખાનું મુકુલભાઈ ઉર્ફે મુકેશ નામનો શખસ ચલાવી રહ્યો છે અને તેની પાસે મેડિકલ પ્રેટિસના અંગેની કોઈ ડીગ્રી નથી. આ બાબતે સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર વિવેક કોટડીયાને સ્થળ પર બોલાવી તપાસ માટે ગયા હતા. પોલીસે ડોક્ટર તરીકે ઓળખનાર આપનાર શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ મુકુલ ઉર્ફે મુકેશ સુરેશ જોશી (ઉ.વ.૪૫ રહે. હોડયેલી તા. રાજકોટ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી મેડિકલ પ્રેફિટસ કરવા અંગે ડિગ્રી સર્ટિફિકેટ કે હોમિયોપેથીક કોઈપણ જાતનું મેડિકલ સર્ટીફીકેટ હોય તો રજૂ કરવા કહ્યું હતું. પરંતુ આ શખસ પાસે આવું કોઈ સર્ટી ન હોય તેને અભ્યાસ બાબતે પૂછતા તેણે બી.એ નો અભ્યાસ કર્યો હોવાનું માલુમ પડયું હતું. જેથી પોલીસે અહીંથી મેડિકલ ને લગતા સાધનો સહિત ३,૮,૫૮૨,નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. કોઈપણ પ્રકારની ડિગ્રી વગર ડોક્ટર બની લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનારા આ શખસ છેલ્લા છ મહિનાથી અહીં કલિનિક ચલાવતો હોવાનું સામે આવ્યું છે