error: This Content is protected !!

જસદણના રામેશ્વર મંદિરૅ દર વર્ષની જેમ આ વર્ષે પણ વરુણ યજ્ઞનું આયોજન ભાવિકોએ દર્શન પ્રસાદનો લાભ લેવા અનુરોધ

વરૂણદેવને રીજવવા વડીલૉની સદીઓથી ચાલી આવતી પરંપરા અનુસાર 16 આની વર્ષ અને સારા વરસાદની આશા ભરતભાઈ છાયાણી

 

જસદણ શહેરના ગોખલાણા રોડ ઉપર આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વરૂણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે મંદિરના સેવક ભરતભાઈ છાયાણીએ જણાવ્યું હતું કે શ્રીરામેશ્વર મહાદેવની અસીમ કૃપાથી અને જસદણના વડીલોની ચાલી આવતી પૌરાણિક પરંપરા અનુસાર સારું વર્ષ અને સારા વરસાદ માટે વરૂણદેવને રીજવવા આ યજ્ઞ કાર્ય સદીઓથી ચાલી આવતી પરંપરા છે તે મુજબ વરુણ યજ્ઞનો પ્રારંભ સં. ર૦૮ર ના જેઠ સુદ ૭ ને રવિવાર તા. ર૧/૦૬/૨૦૨૬ ના શુભ દિને સવારે ૮:૩૦ થી શરૂ થશે. બીડુ હોમવાનો સમયઃ બપોરે ૧૨:૩૦ કલાકે રખેલ છે. તો જસદણની ધર્મપ્રેમી જનતાને વરૂણદેવના દર્શન કરવા તથા મહાપ્રસાદ લેવા રામેશ્વર યુવક મંડળ તથા જસદણ વરૂણયજ્ઞ સમિતિ તેમજ રામેશ્વર મહિલા સંત્સંગ મંડળ ભાવભર્યું આમંત્રણ પાઠવે છે.

તારીખ : ૨૧/૦૬/૨૦૨૬, રવિવાર સમય : સવારે ૮:૩૦ કલાકથી

મહાપ્રસાદ: બપોરે ૧૨:૩૦ કલાકે.સ્થળ : ગોખલાણા રોડ, રામેશ્વર મહાદેવ મંદિર તૉ દરેક ભાવિકજનો અને ધર્મ પ્રેમી જનોએ મહાપ્રસાદ અને દર્શનનો લાભ લેવા પધારવા મંદિરના સેવક ભરતભાઈ છાયાણીએ અનુરોધ કરેલ છે