error: This Content is protected !!

જસદણમાં વિશ્વ યોગ દિન નિમિત્તે પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી ભાજપ પ્રમુખ વિજય રાઠોડ એ યોગાસન કર્યા

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિન તા,21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે જસદણનાં કમળાપુર રોડ જીલેશ્વર પાર્ક પાસે આવેલ સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જસદણ નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ યોગાભ્યાસ કરી યોગના મહત્વને ઉજાગર કર્યું હતું. જીતેન્દ્રભાઈ છાયાણી તથા વિજયભાઈ રાઠોડ એ યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે યોગ માત્ર કસરત નથી, પરંતુ સ્વસ્થ અને સુખી જીવન જીવવાની એક જીવનશૈલી છે. નિયમિત યોગ કરવાથી શરીર નિરોગી રહે છે, માનસિક તણાવ દૂર થાય છે અને વ્યક્તિનું સર્વાંગી વિકાસ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દરેક નાગરિકે પોતાના દૈનિક જીવનમાં યોગને સ્થાન આપવું જોઈએ. આ આ કાર્યક્રમમાં નગરપાલિકાના સદસ્યો શહેર ભાજપના હોદ્દેદારો પાલિકા સ્ટાફ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા