error: This Content is protected !!

જિલ્લા માર્ગ સલામતી ની બેઠકમાં અકસ્માતમાં મદદરૂપ થનાર ચાર મહાવીરોને પુરસ્કાર પ્રમાણપત્ર અપાયા જસદણના નરેશભાઈ પૉલરા દરેડને પ્રમાણપત્ર એનાયત સમગ્ર રાજકોટ જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ તરીકે ઉજવણી કરવામાં આવશે

રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા માર્ગ સલામતીની બેઠકમાં નંબર પ્લેટ વગરના વાહનોના માલિકો સામે કાર્યવાહી કરવા, કારમાં બ્લેક ફિલ્મ લગાડનાર વાહન ચાલકો વિરુદ્ધ કામગીરી કરવા અને તેના વેચાણકર્તા વિરુદ્ધ ડ્રાઇવ યોજવા તેમજ હાઈવે પર એલઈડી લાઇટ મહત્તમ કરી વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી.

 બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે ‘‘રાહવીર યોજના’’ હેઠળ પસંદ થયેલ કુલ ૪ નાગરિકોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. રાજ્ય સરકાર દ્વારા રૂ.૨૫-૨૫ હજારની રાશિ તેઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ ચારેય નાગરિકો માર્ગ અકસ્માતમાં અકસ્માતગ્રસ્ત નાગરિકોને મદદરૂપ થયા હતા.

 જિલ્લામાં “શીખ સે સુરક્ષા, ટેક્નોલોજી સે પરિવર્તન”ની થીમ પર તા.૦૧-૦૧-૨૦૨૬ થી તા.૩૧-૦૧-૨૦૨૬ સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ, ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવશે, જે અન્વયે વિવિધ આયોજનો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત મોટર વ્હીકલ્સ (અમેન્ડમેન્ટ) એક્ટ, ૨૦૧૯ની જોગવાઈ મુજબ એન્ફોર્સમેન્ટ, સીટ બેલ્ટ, હેલ્મેટ, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ બાબતે જાગૃતિ,ઓવરસ્પીડીંગ, રોંગસાઈડ ડ્રાઈવીંગ, અનઅધિકૃત પાર્કિંગ બાબતે એન્ફોર્સમેન્ટ, ઓવરલોડ અને ઓવર ડાયમેન્શન બાબતે ચેકીંગ, રોન્ગ સાઈડ ડ્રાઈવીંગ અને લેન ડ્રાઈવીંગ બાબતે ચેકીંગ કરવું, ટ્રાફિક જાગૃતિ માટે રેલી, માર્ગ સલામતી વિષયક સાહિત્ય, પેમ્ફલેટ, હેલ્મેટ વગેરેનું વિતરણ, ભારે વાહન ચલાવતા ડ્રાઈવરો, બસ અને વાનના ડ્રાઈવરોની તાલીમ માટે માર્ગ સલામતી વિષયક તાલીમનું આયોજન સહિતની કામગીરી કરાશે. 

 આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર, નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે.મુછાર, આર.ટી.ઓ. શ્રી કેતન ખપેડ સહિત સિવિલ હોસ્પિટલ, શિક્ષણ, ૧૦૮ સહીત વિવિધ વિભાગના અધિકારીશ્રી તેમજ પ્રતિનિધીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

.