error: This Content is protected !!

જસદણમાંથી હદપારી નૉ 8 ગુનાનો આરોપી જગદીશ છાયાણી નિયમ ભંગ કરતા SOG એ ઝડપી જસદણ પોલીસને સોપતા ગુનો દાખલ

જસદણ કોઠીના નાળા પાસે સીંડીના ચોક વિસ્તારમાંથી બે મહિના માટે હદપાર કરાયેલો આરોપી

જાહેરનામાનો ભંગ કરીને પોતાના વિસ્તારમાં જ ફરતો હોવાની બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. બ્રાન્ચે તેને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-142 મુજબ ગુનો નોંધી જસદણ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલો આરોપી અગાઉ 8 ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જસદણના જુના કોઠીના રસ્તે, જુના રામજી મંદિર સામે, સીંડીના ચોક

વિસ્તારમાં રહેતા જગદીશભાઈ લાલજીભાઈ છાયાણી (ઉ.વ. 32) ને જસદણ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા ગત 27/05/2026 ના હુકમથી બે માસ માટે રાજકોટ, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, જૂનાગઢ, અમદાવાદ ગ્રામ્ય અને ભાવનગર જિલ્લાની હદમાંથી હદપાર કરવામાં આવ્યો હતો. તેમ છતાં આરોપી હદપારીનો ભંગ કરી જસદણ વિસ્તારમાં જ હાજર હોવાની બાતમી એસ.ઓ.જી. ટીમને મળી હતી, જેના આધારે તેને દરોડો પાડીને ઝડપી લેવાયો હતો.

એસ.ઓ.જી.ની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપી જગદીશ છાયાણી સામે અગાઉ સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન તેમજ જસદણ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ, જુગારધારા, મોટર વ્હીકલ એક્ટ અને અટકાયતી પગલાં સહિત કુલ 8 ગુનાઓ અને પોલીસ કાર્યવાહી નોંધાયેલી છે.