error: This Content is protected !!

જસદણના ગઢડિયામાં ઍકલા રહૅતા વૃદ્ધની લાશ ઘરમાંથી મળી, માથામાં હથિયારના ઘા દેખાતાં હત્યા થયાની શંકા

જસદણ તાલુકાના ગઢડીયા ગામેથી એકલા રહેતા 70 વર્ષના વૃદ્ધનો તેમના ઘરમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતકના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જેવા નિશાન મળી આવતા પરિવારે આ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી વૃધ્ધનું મોત કઈ રીતે નીપજ્યું એ સહિતની કડીઓ મેળવવા ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ

લઇને કાર્યવાહી શરૂ કરી છે.

ગઢડીયામાં રહેતા માવજીભાઈ ગાંડાભાઈ કાગડિયાનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં પથારીમાંથી મળી આવ્યો હતો. રૂમમાંથી અસહ્ય દુર્ગંધ આવતા પાડોશીઓને શંકા ગઈ હતી.આથી તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી અને બાદમાં પોલીસને જાણ કરાઈ હતી

પરિવારજનોએ પોલીસ સમક્ષ માવજીભાઈના માથાના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હોય તેવા ઊંડા જખમ હોવાનું કહ્યું હતું, આથી અજાણ્યા શખ્સોએ લૂંટ અથવા અંગત અદાવતમાં વૃદ્ધની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત થતાં એ દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે મૃતકના પરિવારજન વિનુભાઈ કાગડિયાએ પૉતાના

દાદાની હત્યા થયાની શંકા વ્યક્ત કરી છે, કારણ કે માથામાં ઈજાના નીશાન છે. તેઓ રહેતા તો અહીં જ, પણ જમવાનું બીજા ઘરે રહેતું. તેઓ સૂવા તો રોજ અહીં જ આવી જતા. પાડોશીએ અમને જાણ કરી એક છોકરો ત્યાં એક દિવસ દારૂ પીધેલી હાલતમાં આવ્યો હતો ત્યારે દાદા સાથે માથાકૂટ કરી હતી તૅ અંગે પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે