જસદણમાં પત્ની આઠ દિવસ પૂર્વે પ્રેમી સાથે ભાગી જતા ૨ વર્ષની પુત્રી સાથે પતિની આત્મહત્યા આજૅ છુટાછૅડા થવાના હતા
ફાતેમા અમારા પ્રેમની નિશાની છે તે નૅ આપી દે નહીં તો સારાવાટ નહીં રહે પ્રેમીની ધમકીથી ડરી પગલું ભર્યું
પુત્ર અને પૌત્રીના મોત માટૅ જવાબદાર ઍવા પુત્રવધુ અને એના પ્રેમીને ફાસીની સજા મળવી જોઈએ મૃતક ની માતા નો આક્રોશ
જસદણની ગેબનશા સોસાયટીમાં રહેતા અને અપરિણિત નાનાભાઈ તથા માતા સાથે જીવન ગુજારતા ફીયાઝ આરીક્ભાઈ પરીયાણી ઉં.વ૩૨ નામના યુવાને સવારે પોતાની અઢી વર્ષની માસૂમ પુત્રી ફાતેમા સાથે મકાન ઉપર આવેલી એક હજાર લીટરની પાણીની ટાંકીમાં પડી આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. પત્ની ફિરદોષ પોતાના પ્રેમી લાલા ખીમાણી સાથે નાસી જતાં અને ત્યારબાદ ફોન પર મળેલી સતત ધમકીઓથી કંટાળીને યુવકે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
મૃતક ફીયાઝની માતા હસીનાબેનના જણાવ્યા મુજબ, તેમની પુત્રવધૂ ફિરદોષના લગ્નને ત્રણ વર્ષ થયા હતા. તેમના મકાનની સામે જ ઓફિસ ધરાવતા લાલા ખીમાણી નામના શખ્સ સાથે ફિરદોષને પ્રેમસંબંધ બંધાયો હતો. આ આડા સંબંધોના કારણે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા અને ફિરદોષ સરખી રીતે રહેતી નહોતી. આશરે આઠ દિવસ પહેલાં ફિરદોષ પોતાના પ્રેમી લાલા ખીમાણી સાથે નાસી ગઈ હતી. આ દરમિયાન લાલા ખીમાણીએ ફ્યાઝને ફોન પર ધમકી આપી હતી કે, "અઢી વર્ષની પુત્રી ફાતેમા અમારા પ્રેમની નિશાની છે, તું એને મને
આપી દે, નહિતર તારું સુખ નહીં રહે." આ ધમકીઓ અને પત્નીના વિશ્વાસઘાતથી ભાંગી પડેલા ફીયાઝે વહેલી સવારે જ્યારે પરિવારના સભ્યો સૂતા હતા, ત્યારે પોતાની માસૂમ પુત્રી ફાતેમાને લઈને અગાસી પર ગયો હતો અને ત્યાં આવેલી પાણીની ટાંકીમાં ઝંપલાવી દીધું હતું. સવારે ઘરમાં ફીયાઝ અને માસૂમ ફાતેમા ન દેખાતા પરિવારે શોધખોળ આદરી હતી. ઘરના ધાબા પર તપાસ કરતા પાણીની ટાંકીમાંથી પિતા-પુત્રી બંનેની લાશ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડયું હતું. પત્ની પ્રેમી સાથે ભાગી જતા કાયદાકીય કાર્યવાહી ચાલતી હતી અને આજે છુટાછેડા થવાના હતા આ ચકચારી ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસ કાફ્લો અને સમાજના આગેવાનો તાત્કાલિક ઘટનાસ્થળેદોડી ગયા હતા. પોલીસે બંને મૃતદેહોનું ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડી તપાસ આદરી હતી.મૃતકની માતાએ આક્રોશ સાથે ન્યાયની માંગ કરતા જણાવ્યું છે કે, તેમના પુત્ર અને પૌત્રીના મોત માટે જવાબદાર એવા પુત્રવધૂ અને તેના પ્રેમીને ફાંસીની સજા મળવી જોઈએ.હાલ આ મુદે પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.