error: This Content is protected !!

જસદણની આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થિના શંકાસ્પદ મોત મામલૅ પરિવારના બૅદરકારીના આક્ષેપ બાદ સંચાલક જયસુખ શંખાળવાની ધરપકડ

આલ્ફા નવોદય સૈનિક હોસ્ટેલમાં મૃતક આયુષી બલદાણીયા નૅ 2 મહિનાથી પરિવાર સાથે સંપર્ક ન કરવા દેવાયૉ સંચાલકો સામે ઘૉર બૅદરકારી મનઘડત જડ નિયમૉ નૉ વાલીઓઍ આક્ષેપ કર્યો છે 

12 દિવસથી તાવ આવતૉ હતૉ અછબડા નીકળ્યા હતા તો પરિવારને કેમ જાણ ન કરાઈ? : સારવાર કરાવી હતી કે નહીં ? : સાર સંભાળ કોણ રાખતું? : પરિવારને જાણ ન કરવાનું કારણ શું? જેવા શંકાસ્પદ વેધક સવાલો વાલીઓએ ઉઠાવ્યા હતા હાલ તો બેદરકાર સંચાલક જયસુખ શંખાળવાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેમજ આ વાતની જાણ થતા જ અનેક વાલીઓ દ્વારા પોતાના બાળકોના એડમિશન રદ કરાવી અને પોતાના બાળકોને લઈ જઈ રહ્યા છે અને આ ઘોર બેદરકાર સંચાલક સામે ધોરણ સરની કાર્યવાહી થાય તેવી વાલીઓમાં માંગ ઉઠવા પામી છે

 આલ્ફા નવોદય સૈનિક શાળાની હોસ્ટેલમાં 10 વર્ષીય વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત થતા પરિવારે આક્ષેપો કર્યાં હતા. ભાવનગરના મહુવા નજીક આવેલા મોટા જાદરા ગામની બાળકીના અચાનક મોતથી અરેરાટી વ્યાપી ગઈ હતી. બાળકીના મૃતદેહનું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ કરાયું છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા જાદરા ગામમાં રહેતા રમેશભાઈ નરશીભાઈ બલદાણીયાની પુત્રી આયુષી(ઉં.વ.10) જસદણમાં ચીતલીયા કુંવા રોડ પર આવેલી આલ્ફા નવોદય સૈનિક સ્કૂલમાં ધોરણ-5માં અભ્યાસ કરતી હતી અને અહીં હોસ્ટેલમાં જ રહેતી હતી. ગઈકાલે બપોરે 1 વાગ્યાં આસપાસ તેની તબિયત લથડતા જસદણની કોટડીયા હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

જ્યાંથી 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાઈ હતી, અહીં ફરજ પરના ડોક્ટરે આયુષીને મૃત જાહેર કરી હતી. સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બનાવ અંગે તત્કાલ જસદણ પોલીસને જાણ કરી હતી. જસદણ પોલીસ રાજકોટ દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ કે, આયુષી ધો. 5મા અભ્યાસ કરતી હતી. ગત 27 એપ્રિલથી તે હોસ્ટેલમાં રહેતી હતી. અચબડા - તાવ આવ્યો હતો. 

મૃતકના પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા. પિતા રમેશભાઈએ આક્ષેપ કરતા જણાવેલ કે, હોસ્ટેલે મુક્યા પછી દીકરી સાથે મળવા અને તેની સાથે ફોન પર વાત કરાવવા વિનંતી કરી હતી. શાળાના નિયમો આગળ ધરી બે મહિના પૂર્ણ થયા પછી જ મુલાકાત અથવા વાતચીત થશે તેમ મેનેજમેન્ટ દ્વારા જણાવાયું હતું. તેમ છતાં વારંવારની વિનંતી બાદ માત્ર એક ફોટોગ્રાફ મોકલવામાં આવ્યો હતો.