error: This Content is protected !!

જસદણમાં કાલે ગો-સન્માન અભિયાન પદયાત્રા ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરૉ ગૌ પ્રેમીઓએ જોડાવા અનુરોધ

ભરવાડ રબારી એકતા સમિતિ તથા સનાતની સર્વ ગૌ પ્રેમીઓ દ્વારા રેલી સ્વરૂપે મામલતદારને આવેદન પાઠવવામાં આવશે 

 

અમારી ગાય-માતાને રાષ્ટ્રીય ગાયમાતાનો દરજજો આપો જસદણમાં આવતીકાલે તા ૬-૫-૨૦૨૬,બુધવાર સમયઃ-૧૦:૩૦ કલાકે. જુનામાર્કેટીંગ યાર્ડ,ચંદ્રકાંન્ત ટોકીસની બાજુમાં

ભરવાડ-રબારી એકતા સંગઠન સમિતી જસદણ-વિછીયા દ્વારા

ગૌ-સન્માન આહવાન અભિયાન પદયાત્રાનો પ્રારંભ થશે ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા ઠેર ઠેર આવેદનપત્રો અપાય રહ્યા છે અને ત્યારે જસદણમાં 18 રૅ, વરણ અને સર્વ ગૌ પ્રેમીઓ અને ધર્મપ્રેમી જનતાએ આ પદયાત્રામાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે ભારતના તમામ સાધુ-સંતોએ મળીને એક રાષ્ટ્રીય અભિયાન શરૂ કર્યુ છે. આ કોઈ રાજકીય પાટી અથવા કોઈ સંસ્થાનું અભિયાન નથી સંતોની નિસ્વાર્થ પ્રાર્થના અભિયાન છે.સંપૂર્ણ ભારતમાં ગૌ હત્યા બંધ થાય અને ગૌમાતાને રાષ્ટ્રીય માતાનું સન્માનિત પદ મળે તે આ અભિયાનનું મુખ્ય લક્ષ્ય છે.આપણા પૂર્વજોએ ગૌ-રક્ષા માટે બલિદાન આપ્યા હતા આજૅ મોટી સંખ્યામાં ગૌહત્યા થાય છે જે ગૌમાતા નું દુધ પીઈને આપણે મોટા થયા તે ગૌમાતા માટે આપણે ૨-કલાકનો સમય આપીએ.રેલી પદયાત્રા શાંતિપૂર્ણ રીતે જસદણ પ્રાંત-અધિકારીની કચેરીએ આવેદન પત્ર આપવામાં આવશે