ભરણપોષણ કેસમાં નાસ્તૉ ફરતૉ આરૉપી આટકોટમાંથી ઝડપાયો જસદણ ASP સ્કવોડની કાર્યવાહી
ધોરાજીના વતની યુનુસભાઇ આમદભાઇ સાંધ એક વર્ષથી પોલીસને થાપ આપતો હતો
ભરણ પોષણ કેસમાં એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી આટકોટમાંથી ઝડપાયો રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અને મદદનીશ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે હાલ એક વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત જસદણ ASP સ્કોડને એક મહત્વની સફળતા સાંપડી હતી. જેમાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી રહેલા ભરણપોષણના કેસના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કેસની વિગતો મુજબ, ધોરાજીના વતની યુનુસભાઈ આમદભાઈ સાંઘ વિરુદ્ધ ફેમિલી કોર્ટ વિસાવદર દ્વારા ભરણપોષણના અંદાજે 60,000 રૂપિયા ન ચૂકવવા બદલ એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. આ સજાના વોરંટ બાદ આરોપી છેલ્લા એક વર્ષથી ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો. જોકે, ASP સ્કોડના પોલીસ કોન્સ્ટેબલ હિરાભાઈ ખાંભલા અને શૈલેષભાઈ સોલંકીને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે આટકોટ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો હતો. પકડાયેલ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી અને જેલ હવાલે કરવા માટે ધોરાજી સીટી પોલીસને સોંપવામાં આવ્યો હતો. આમ, રાજકોટ ગ્રામ્ય પોલીસની સક્રિયતાને કારણે લાંબા સમયથી ફરાર આરોપી અંતે કાયદાના સકંજામાં આવ્યો હતો