error: This Content is protected !!

તેલીબિયાં પાકોમાં પ્રમાણિત બિયારણ પર સહાય મેળવવા ખેડૂતો માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર, ૧૭ મે સુધી કરી શકાશે ઓનલાઈન અરજી

ભારત સરકારની નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલ-ઓઈલસીડ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ની ખરીફ સીઝનના મગફળી, સોયાબીન, દિવેલા અને તલ પાકોના પ્રમાણિત બીજ વિતરણ ઘટકમાં સહાયથી પ્રમાણિત બિયારણ મેળવવા માટે ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ તા. ૧૭/૦૫/૨૦૨૬ સુધી ખુલ્લું મુકાયું છે. આથી તેલીબિયાં પાકોની ખેતી કરતાં રાજકોટ જિલ્લાના ખેડૂતોને સહાયથી પ્રમાણિત બિયારણ મેળવવા માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત,રાજકોટ દ્વારા અનુરોધ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને તેલીબિયાં પાકોની ખેતી કરવા માટેનું પ્રોત્સાહન મળી રહે તેમજ તેલીબિયાં પાકોનો વાવેતર વિસ્તાર, ઉત્પાદન તથા ઉત્પાદકતામાં વધારો થાય તે માટે ભારત સરકારશ્રી દ્વારા નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલ-ઓઈલસીડ યોજના અમલમાં મુકેલ છે. આ યોજના રાજ્યના આણંદ, નવસારી અને વલસાડ જિલ્લાઓ સિવાયના જિલ્લાઓમાં અમલમાં છે.