error: This Content is protected !!

સરધાર નજીક શ્વાસની બીમારીથી કંટાળી હરીપરના કરશનભાઈ ચાવડાએ આપઘાત કર્યો

ગઈકાલે રાત્રે પોતાના ઘરે ઘઉંમા નાખવાના ઝેરી ટુકડા ખાઈ લીધા બાદ સારવાર દરમ્યાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયો

 

રાજકોટની ભાગોળે સરધાર ગામ નજીક આવેલા હરીપર, ગામમાં રહેતા કરશનભાઈ ચાવડાએ બીમારીથી કંટાળી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, કરશનભાઈ ભાણાભાઈ ચાવડા (ઉંમરવર્ષ ૬૫, રહે. હરિપર (સરધાર), તા. જિ. રાજકોટ) ગઈકાલે રાત્રે ૮:૩૦ વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યાં હતા. આજીડેમ પોલીસે નૃતદેહ પીએમ માટે ખસેડીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક નિવૃત જીવન જીવતા. ચાર ભાઈ અને એક બહેનમાં નાના હતા. તેમને સંતાનમાં એક પુત્ર છે. કરશનભાઈને શ્વાસની બીમારી હતી. સારવાર - દવા ચાલુ હતી. પણ બીમારી વધતી જતી હોવાથી કંટાળીને પગલું ભર્યું હોવાનું અનુમાન છે. પ્રૌઢના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.