error: This Content is protected !!

જસદણમાં છોટે જલારામ પૂજ્ય હરિરામ બાપાની પુણ્યતિથિએ સુંદરકાંડ રામાયણ હનુમાન ચાલીસા અખંડ ધૂન ભજન ચરણ પાદુકા પૂજન મહાપ્રસાદ જેવા અનૅકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

હરિરામ બાપા આશ્રમો કૅ કંઠી બાંધવામાં ઊંચા આસન ઉપર બેસવામાં માનતા નહીં હરે કૃષ્ણ હરે રામ અખંડ ધૂન અને ભૂખ્યાને ભોજન આજ તેમનો જીવન મંત્ર હતો

 

જસદણમાં છોટે જલારામ તરીકે વિખ્યાત બ્રહ્મલીન સંત પૂજ્ય હરિરામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે.

જસદણના જલારામ મંદિર ખાતે પોષ સુદ સાતમ તારીખ ૨૭-૧૨ ને શનિવારે પરમ પૂજ્ય સદગુરૂ શ્રી હરિરામ બાપાની ૧૧ મી પુણ્યતિથિ હોવાથી જલારામ મંદિર ખાતે બપોરે ૧૧-૩૦ કલાકે સમસ્ત સાધુ સમાજન માટે જ્ઞાતી ભોજન પ્રસાદ તથા અખંડ ધૂન

યોજાશે. આ ઉપરાંત સાંજે ૪ કલાકથી ૭ કલાક સુધી વિશેષ ધૂન યોજાશે. સાંજે ૭ કલાકે મહાઆરતી યોજાશે. ૭.૩૦ કલાકે ભક્તજનો માટે મહાપ્રસાદનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું છે. જલારામ મંદિર ખાતે સમગ્ર દિવસ દરમિયાન રામધૂન ઉપરાંત હનુમાન ચાલીસા પાઠ, સુંદરકાંડ પાઠ, રામાયણના પાઠ વગેરે પણ યોજાય છે. તેમજ પૂજ્ય હરિરામ બાપાની ચરણ પાદુકાનું ખાસ પૂજન યોજાશે. દરેક ધર્મપ્રેમી જનતા તેમજ શ્રી હરી પરિવારને સહ કુટુંબ પધારવા શ્રી જલારામ સત્સંગ

મંડળ તથા શ્રી હરિ પરિવાર જસદણ તથા શ્રી જલારામ મંદિર જસદણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 

જસદણના સંત પૂજ્ય હરિરામબાપા સંતોના સમુદાયમાં પણ દિવ્ય સંત હતા. તેઓ ક્યારેય ઉચા આસને બિરાજતા નહીં પરંતુ ભક્ત સમુદાયની વચ્ચે નીચે જ બેસતા હતા. ક્યારેય કોઈને કંઠી બાંધતા નહીં કે આશ્રમ બનાવવામાં માનતા નહીં. ભૂખ્યાને ભોજન અને ભજન એ જ તેમનો જીવન મંત્ર હતો. સાધુ અને ભક્તિમય જીવન જીવતા હતા.