error: This Content is protected !!

રાજકોટ ગ્રામ્યમાં હથિયારબંધી તલવાર ભાલા બંદુક છરી લાકડી જેવા શસ્ત્રો વિસ્ફોટક પદાર્થો રાખવા પર પ્રતિબંધ

અધીક જિલ્લા મેજિસ્ટ્રેટ એન કૅ મુછાર દ્વારા પ્રતિબંધનાત્મક આદેશો શાંતિ સલામતી જાળવવા હૅતુ ઉલંનધન કરનાર શિક્ષાને પાત્ર થશે

 

આગામી દિવસોમાં તહેવારો ધાર્મિક ઉત્સવો શોભાયાત્રા રાજકીય પક્ષો સંગઠનો દ્વારા રૅલી ધરણા જેવા કાર્યક્રમો નૅ ધ્યાને લઈ નિર્ણય

 

રાજકોટ ગ્રામ્યમાં આગામી દિવસોમાં ધાર્મિક શોભાયાત્રા, વિવિધ તહેવારોની ઉજવણી તેમજ વિવિધ રાજકીય પક્ષો અને સંગઠનો દ્વારા રેલી, ધરણા જેવા કાર્યક્રમો યોજાતા હોય છે. જેને ધ્યાને લઈને કાયદો વ્યવસ્થા, જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે અને અનિચ્છનીય બનાવો ન બને, તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.કે.મુછાર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરની હકુમત સિવાયના રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી, શસ્ત્રો સહિતના શારીરિક ઈજા કરી શકાય તેવા હથિયારો તેમજ સ્ફોટક પદાર્થ સાથે રાખીને ફરવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. પથ્થરો અને શસ્ત્રો ફેંકવાના સાધનો એકઠા કરવા તથા સરઘસમાં પેટાવેલી મશાલો લઈ જવા તેમજ મનુષ્યો, શબો, આકૃતિઓ, પુતળા દેખાડવા તથા લોકોએ બુમ પાડવા, ગીતો ગાવા તથા વાદ્ય વગાડવાની મનાઈ કરવામાં આવી છે. ઉપરાંત, સુરૂચિનો ભંગ થતો હોય અથવા રાજય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવા, નકલ કરવા તથા ચિત્રો, નિશાનીઓ, જાહેરખબરો તૈયાર કરવા અને તેનો ફેલાવો કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સરકારી કર્મચારી કે જેને ઉચ્ચ અધિકારીએ કોઈપણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય, વૃદ્ધો તથા અશકતો કે જેઓને લાકડીના ટેકે ચાલવાનું હોય તેમજ સક્ષમ સત્તાધિકારી તરફથી જેને પરવાનગી આપવામાં આવેલી હોય તેવી વ્યકિતઓને આ જાહેરનામું લાગુ પડશે નહીં. આ જાહેરનામું તા. ૩૦/૦૬/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. તેમજ આ આદેશોનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.