સોમનાથ ખાતે વડાપ્રધાન મૉદીના રોડ શો અંગે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઍ સવારે 7 કલાકૅ પોતાનું સ્થાન લઈ લેવા વિનંતી
વેરાવળ સોમનાથ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી'સોમનાથ અમૃત પર્વ' નિમિત્તે આવતીકાલે તા. ૧૧મી મે, ૨૦૨૬ના રોજ સવારના ૯.૩૦ કલાક સુધીમાં સોમનાથ હેલીપેડ ખાતે આવશે. ત્યારબાદ હેલીપેડથી હમીરજી ગોહિલ સર્કલ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાનાર છે. ઉચ્ચસ્તરેથી આપવામાં આવેલી સૂચના અનુસાર આ રોડ શૉનું કવરેજ કરવા ઈચ્છતા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સર્વે પત્રકારશ્રીઓ કવરેજ કરવા માટે સવારના ૭.૦૦ કલાક સુધીમાં પોતાનું સ્થાન લઈ લેવા વિનંતી છે. કવરેજ કરવામાં અને પ્રવેશ મેળવવામાં સરળતા રહે તે માટે સહયોગ કરવા નમ્ર વિનંતી છે