જસદણ પાવર હાઉસ દ્વારા કાલે વિંછીયા રોડ કમળાપુર રોડ વિસ્તારમાં 11 કેવી અર્બન ફીડર મેન્ટેનન્સ હૉવાથી વિજ પુરવઠો બંધ રહેશે
જસદણ પાવર હાઉસ પી.જી.વી.સી.એલ. દ્વારા તમામ ગ્રાહકોને જણાવ્યું છે કે નીચે જણાવ્યા મુજબના ૧૧ કેવી અર્બન ફીડર પર મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી, નીચે મુજબના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે જેમાં આવતીકાલે તારીખ ૧૦/૦૫/૨૦૨૬ નૅ રવિવાર ના રૉજ માધવ અર્બન ફીડર સવારે ૦૭:૦૦ થી બપોરે ૦૧:૦૦ કલાક સુધી પાવર બંધ રહેશે જૅનૉ વિસ્તાર વિછીયા રોડ, વૃંદાવન સોસાયટી, આનંદધામ સોસાયટી, મોડર્ન સ્કૂલ, કમળાપુર રોડ, તથા તેની આજુબાજુના વિસ્તાર તાલુકા સેવા સદન ITI જસદણ દામોદર ઓઈલ મિલ યોગી જીન, બદ્રીનાથ જેવા વિસ્તારો લાગુ પડે છે તૅથી તમામ ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. કામગીરી પૂર્ણ થતાની સાથે જ કોઇપણ જાણ કર્યા સિવાય વીજ પુરવઠો તાત્કાલિક પૂર્વવત કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી માનવંતા ગ્રાહકો
અસુવિધા બદલ પી.જી.વી.સી.એલ. જસદણ દિલગીર છે