વિંછીયાના આંકડીયા ગામના વ્યાજખોરો બેફામ વેપારી પાસેથી તોતિંગ 10 ટકા વ્યાજ વસુલ્યું
મોઢુકાના યુવકની મજબૂરીનો ફાયદો ઉઠાવી વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી બળજબરી થી રૂપીયા પડાવી લીધાં
જાનથી મારી નાંખવાની ધમકી આપી પોલીસે પાંચ વ્યાજખોર સામે મનીલેન્ડ એકટ સહિતની આકરી કલમ હેઠળ ગુનો નોંધ્યો
વિંછીયાના આંકડીયા ગામના વ્યાજખોરો બેફામ બન્યાં હોય તેમ મોઢુકા ગામના વેપારીની મજબૂરીનો ફાયદો ઉઠાવી તોતિંગ 10 ટકા વ્યાજ વસુલ્યું હતું. વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી બળજબરી પૂર્વક રૂપીયા પણ પડાવી લીધાં, જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે પાંચ વ્યાજખોર સામે મનીલેન્ડ એકટ સહિતની આકરી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
બનાવ અંગે વિંછીયાના મોઢુકા ગામે સોમનાથ ચોકડી પાસે રહેતાં યોગેશભાઈ રાજેશભાઈ વેગડ (ઉ.વ.21) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મહાવીરભાઇ ચાવડા, રોહિતભાઈ ચાવડા, મંગળુભાઇ કરપડા, ઓગુભાઇ ચાવડા, નાગરાજભાઇ ચાવડા (રહે.તમામ આંકડિયા ગામ) નું નામ આપતાં વિંછીયા પોલીસે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે માતા તથા ભાઇ-બહેન સાથે રહે છે. તેને મોઢુકા ગામે સોમનાથ ચોકડી પાસે મહાકાળી ટી-સ્ટોલ એન્ડ પાન સેન્ટ્રર નામની દુકાન આવેલ હોય ત્યા બેસી વેપાર કરે છે. તેના પિતા ત્રણેક વર્ષ પહેલા મરણ ગયેલ છે.
એક વર્ષ પહેલા મોઢુકા ગામે મકાન બનાવેલ ત્યારે મામા રાજેશભાઈ સાપરા પાસેથી હાથ ઉછીના .3 લાખ લીધેલ હતા. પૈસાની સગવડ થતી તેમ મામાને પરત આપતો હતો. છ- મહિના પહેલા મામાએ કહેલ કે, મારે 30-40 હજાર પિયાની જરૂર છે,
આથી યુવક પાસે 30 હજાર રૂપિયા ન હોય જેથી તા.05/12/2025 ના આકડીયા ગામના મગળુભાઈ કરપડાને ફોન કરી વાત કરેલ કે, મારે 30 હજાર પિયા જોતા છે. જેથી તેઓએ કહેલ કે, 30 હજાર રૂપિયા મહિને ત્રણ હજાર વ્યાજ થશે, 10 ટકા વ્યાજ લઇશ તેમ કહેતા હા પાડેલ હતી. તે જ દિવસે મંગળુભાઈ કરપડાએ વોટસએપ કોલ કરી મોઢુકા ગામના પાણીના ટાંકા પાસે બોલાવતા ત્યાં ગયેલ અને તેઓએ 30 હજાર આપેલ હતાં. એક મહીનો થતા તા.09/01/2026 ના મગળુભાઇને રૂ.3 હજાર આપવા માટે જતા તેને કહેલ કે, તે ત્રણ દિવસ મોડુ વ્યાજ આપેલ છે. જેથી તારે મને પેનલ્ટીના 10 હજાર વધારે આપવા પડશે, પેનલ્ટીના દશ હજાર દેવાની ના પાડતા મંગળૂભાઇએ ગાળો આપી મારી નાખવાની ધમકી આપેલ હતી.બાદ ઓગુભાઇ ચાવડા અવાર નવાર દુકાને આવતા હોય અને કહેલ કે તારે પૈસાની જરૂર હોય તો મને કહેજે જેથી દવાખાના કામ માટે તેની પાસેથી રૂ.80 હજાર 10 ટકા લેખે લિધેલ જેનુ મહીને રૂ. 10 હજાર વ્યાજ આપે છે.
આ ઓગુભાઇને 40 હજાર આપી દિધેલ છતાં હજુ રૂ. 90 હજાર હજાર માંગે છે અને અવાર નવાર રૂપિયા માગતા હોય જેથી કહેલ કે, આટલુ બધુ વ્યાજ ન હોય કહેતાં ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા હતા.યુવકને સતત દવાખાનાનુ કામ રહેતાં અને નાગરાજ દુકાને આવતા હોય જેથી નાગરાજ ચાવડા પાસેથી રૂ.50 હજાર 10 ટકા લેખે લિધેલ જેનુ મહીને રૂ. 5 હજાર આપે છે અને રૂ. 40 હજાર આપી દિધેલ છે. હજુ . 60 હજાર માંગતા હોય જેથી યુવકે કહેલ કે, આટલા બધા રૂપિયા થતા નથી તો ગાળો આપી મારી નાખવાની ધમકી આપેલ હતી.યુવકને પૈસાની વધુ જરૂરત હોય જેથી આકડીયા ગામના મહાવીર ચાવડા પાસેથી તા.20/01/2026 ના રોજ 30 હજાર લીધેલ જેનુ વ્યાજ 12 ટકા લેખે મહિને ચાર હજાર આપવાનુ કહેલ હતુ. તે પિયા મગળુભાઈને તા.20/01 ના રૂ.45 હજાર આપી દીધેલ અને મહાવિરને દર મહિને ચાર હજાર વ્યાજ આપે છે.મહાવિરને આજ સુધીમા .25 હજાર આપી દિધેલ હોય તેમ છતા તે બે લાખ માંગે છે અને લ આંકડીયા ગામના રોહીતભાઈ ચાવડા પાસેથી ત્રણેક મહીના પહેલા રૂ. 40 હજાર 12 ટકા લેખે જેનુ મહીનાનુ વ્યાજ પાંચ હજાર આપે છે.રૂ.25 હજાર આપી દિધેલ અને હજુ રૂ. 50 હજાર આ રોહીત ચાવડા માંગે છે અને સાત દિવસ પહેલા દુકાને હાજર હતો ત્યારે મહાવીર ચાવડા તથા રોહીત ચાવડા બન્ને બાઈકમાં આવેલ અને આ મહીવીરએ કહેલ કે, તારે મને રૂપીયા 2 લાખ દેવાના બાકી છે અને રોહીત ચાવડાએ કહેલ કે, તારે રૂ. 50 હજાર દેવાના બાકી છે, તો બંનેને કહેલ કે, આટલા બધા રૂપીયા વ્યાજના ન થાય તો આ બન્ને ગાળો આપી ધમકાવેલ કે, લાવ અમા વ્યાજ આપી દે નહિ તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી.
જ્યારે મહાવીરે યુવકના ખીસ્સામાં રહેલ .4 હજાર બળજબરી પૂર્વક કાઢી લઇ તારે મને હજુ . 2 લાખ દેવા પડશે અને રોહીત ચાવડાએ કહેલ કે, તારે મને રૂ. 50 હજાર દેવા પડશે તેમ કહી પઠાણી ઉઘરાણી કરી ફરીયાદ કરીશ તો સારાવાટ નહિ રહે ધમકી આપી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી વિંછીયા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.