પત્રકાર સમાજ જીવનની આરસી છે પાંચાળ નું ગૌરવ બોટાદના વિરવાના મયુર વાલાણીનૅ પત્રકારત્વની માસ્ટર ડિગ્રી મળતા રાજકૉટ પદવિદાન સમારોહ માં મહામુહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ગોલ્ડ મેડલ એનાયત.
બોટાદ જિલ્લાના નાનકડા મોટી વિરવા ગામ અને કોળી સમાજનું ગૌરવ મયુરભાઈ દેવરાજભાઈ વાલાણીએ લોકતંત્રના ચોથા આધાર સ્તંભ પત્રકારત્વની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરતા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે ૬૦ માં પદવીદાન સમારોહમાં ગુજરાત રાજ્યના મહા મહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે મયુરભાઈ વાલાણીને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો,પાંચાળ પ્રદેશના આંતરીયાળ અને ડુંગરાળ વિસ્તારની માટીમાં મહેંક પ્રસરાવતા અને અનેરી સિદ્ધિ હાંસલ કરી વતનને ગૌરવ અપાવતા મયુરભાઈ વાલાણીને ઠેર ઠેરથી શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે, મયુરભાઈ વાલાણીની અથાગ મહેનત અને સિદ્ધિથી પ્રભાવિત પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા અને ઉજ્જવળ ભવિષ્યની શુભેરછાઓ પાઠવી હતી, સખત મહેનત અને લગન હશે તો મંઝીલ સુધી પહોચતા તમને કોઈ રોકી નહીં શકે ! એ ઉક્તિને મયુરભાઈ વાલાણીએ સાર્થક કરી છે.