પર્યાવરણ જાગૃતિ હેતુ જસદણમાં ભવાની આર્ટસ દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ સર્જનાત્મક તાલીમ શિબિર યોજાઈ
નકામી ચીજ વસ્તુઓ માંથી ઘર ઉપયોગી વસ્તુ બનાવવા શીખવ્યું બાળકોની કલાકૃતિઓ નૅ ઇનામ આપાયા
જસદણ શહેરના જીલેશ્વર પાર્ક ખાતે ભવાની આર્ટ કેમ્પના ઉપક્રમે બાળકો માટે સર્જનાત્મક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બાળકોને વેસ્ટ મટિરિયલમાંથી ઉપયોગી અને આકર્ષક વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી.કેમ્પ દરમિયાન બાળકોને જૂના અખબાર, પ્લાસ્ટિક બોટલ, કાર્ડબોર્ડ, આઈસ્ક્રીમ સ્ટિક અને અન્ય નકામી વસ્તુઓનો ઉપયોગ કરીને વિવિધ કલાત્મક કૃતિઓ બનાવતા સુધી શીખવવામાં આવ્યું હતું. તાલીમાર્થીઓએ જણાવ્યું હતું કે આવા કેમ્પથી બાળકોમાં સર્જનાત્મકતા વધે છે તેમજ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ પણ આવે છે.આ અંગે કેમ્પના આયોજક ભાવનાબેન ડાભીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં રિસાયકલ અને રિયૂઝનો સંદેશ ખૂબ જ જરૂરી બન્યો છે. બાળકો નાની ઉમરથી જ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું શીખે તો તેઓ ભવિષ્યમાં પર્યાવરણ બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
આ કેમ્પમાં જોડાયેલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાની કલાત્મક કૃતિઓ રજૂ કરી હતી. અંતે તમામ બાળકોને પ્રોત્સાહનરૂપ પ્રમાણપત્ર અને ઈનામો આપવામાં આવ્યા હતા