error: This Content is protected !!

વિરનગરમાં આંચકી આવતા યુવક ખાટલા પરથી પટકાયો, કપાળે ઇજા થતા સારવારમાં મોત

૩૫ વર્ષીય નિલેશભાઈ વઘાસીયાને આટકોટ કેડીપી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા જ્યાં દમ તોડી દીધો

 

જસદણના વિરનગરમાં આંચકી આવતા યુવક ખાટલા પરથી પટકાતા કપાળે ઇજા થતા સારવારમાં મોત નીપજ્યું હતું. ૩૫ વર્ષીય નિલેશભાઈ વઘાસીયાને આટકોટ કેડીપી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા જ્યાં દમ તોડી દીધો. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો. મળતી માહિતી અનુસાર, નિલેશભાઈ ભોલાભાઈ વઘાસીયા (ઉંમર વર્ષ ૩૫, રહે. વીરનગર- આટકોટ, તાલુકો જસદણ) ગઈકાલે બપોરે ૨ વાગ્યા આસપાસ પોતાના ઘરે ખાટલા ઉપર સુતા હતા ત્યારે

અચાનક આંચકી આવી જતા ખાટલા ઉપરથી પડી જતા ખાટલાની બાજુમાં પડેલ ટેબલનો ખૂણો કપાળમાં વાગી જતા ઈજા થતા બેભાન થઈ ગયા હતા. તેમને તત્કાલ આટકોટની કેડીપી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. નિલેશભાઈ બે ભાઈ અને એક બહેનમાં નાના અને કુંવારા હતા. તેઓ ખેતી કામ કરતા હતા. આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.