જસદણ પાલિકાના ચીફ ઓફિસર મૅહુલ જોધપુરા, હર્ષદ ઉપાધ્યાય દ્વારા નવી વસ્તી ગણતરી માટૅ ૧૧૬ કર્મચારીઓ તાલીમ અપવાની શરૂ
પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી તથા ભાજપ પ્રમુખ વિજય રાઠોડૅ નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે
જસદણ નગરપાલિકા દ્વારા શહેરમાં નવી વસ્તી ગણતરી માટે તાલીમ શરૂ કરવામાં આવી છે પાલિકાના મીટીંગ હોલ ખાતે વસ્તી ગણતરીમાં જે કર્મચારીઓ જોડાયા છે તેને તાલીમ આપવામાં આવી છે જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર મેહુલ જોધપુરાની આગેવાની હેઠળ હર્ષદભાઈ ઉપાધ્યાય, ફિલ્ડ ટ્રેનરો
વિરજીભાઈ હાંડા, કેતનભાઈ જોધાણી, વિજયભાઈ દેસાણી ૧૧૬ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે આગામી સમયમાં વસ્તી ગણતરી થવા જઈ રહી છે ત્યારે દરેક નાગરિકો દેશ માટે સહકાર આપે તે માટે નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી તથા શહેર ભાજપ પ્રમુખ વિજય રાઠોડ એ શહેરીજનોને અપીલ કરી છે