તુલસી એ સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ છે પુ ધર્મનંદન સ્વામી જસદણ સ્વામિનારાયણ મંદિર સંચાલિત બાલ ગુરુકુળ ખાતૅ તુલસી પૂજન પર્વ ઉજવાયો 60 બાળકોએ શાસ્ત્રોત વિધિથી પૂજન કર્યું
જસદણના કૈલાશનગરમાં આવૅલ સ્વામિનારાયણ મંદિર સંચાલિત બાલ ગુરુકુળ ખાતે તુલસી પૂજન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ પાવન અવસરે બાલ ગુરુકુળના 60 જેટલા બાળકોએ શાસ્ત્રોક્ત વિધિથી તુલસી માતાનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે બાળકો દ્વારા કરવામાં આવેલી સમૂહ આરતીથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. નાના ભૂલકાઓમાં પોતાની સંસ્કૃતિ - પ્રત્યે જાગૃતતા આવે તે માટે મંદિર દ્વારા આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.આ -અવસરે ઉપસ્થિત ધર્મનંદન સ્વામીજી તથા સંતોએ બાળકોને તુલસીજીના મહત્વ વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. સંતોએ જણાવ્યું હતું કે, તુલસી એ સાક્ષાત્ લક્ષ્મીજીનું સ્વરૂપ છે અને હિન્દુ ધર્મમાં તેનું સ્થાન - અત્યંત પવિત્ર છે. તુલસી એક અદભૂત ઔષધિ -છે જે અનેક રોગો સામે લડવાની શક્તિ આપે છે અને વાતાવરણને શુદ્ધ રાખે છે.
પર્યાવરણના જતન માટે વધુમાં વધુ વૃક્ષો વાવવાનો અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો. સનાતન સંસ્કૃતિના મૂલ્યોને જાળવી રાખવા માટે શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવેલ આ પ્રયાસની સ્થાનિકોએ ખૂબ પ્રશંસા કરી હતી.