સાણથલીમા દારૂડિયા નો આંતક ખેડૂતના ટ્રેક્ટર આડે સૂઈ જઈ નશૅડીઍ રૂ. 5000 માગ્યાં 112 ની ટીમે લોકબ ભેગો કર્યો
પંથકમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો આક્ષેપ જનતા રેડ કરવાની ચીમકી આપી ખેડૂત આગેવાન વિનુભાઈ ધડકે મુખ્યમંત્રીને ફરિયાદ કરી
જસદણ તાલુકાના સાણથલી ગામે દારૂના નશામાં ધૂત શખ્સે ખેડૂતના ટ્રેક્ટર આડે સૂઈ જઈ પઠાણી ઉઘરાણી કરતા ચક્યાર મચી ગઈ હતી. ખેડૂત રમેશભાઈ પોતાના ખેતકામ માટે ટ્રેક્ટર લઈને જઈ રહ્યા હતા ત્યારે દારૂડિયાએ રસ્તો રોકી માથાકૂટ કરી હતી. આ ઘટના બાદ પૂર્વ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિ અધ્યક્ષ વિનુભાઈ ધડુકે પોલીસને જાણ કરી હતી અને ગામમાં ચાલતા દારૂના વેચાણ સામે મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચાડી હતી. ગામમાં દેશી-વિદેશી દારૂનું વેચાણ બંધ ન કરાય તો લોકો દ્વારા જનતા રેડ કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. સાણથલી ગામના ખેડૂત રમેશભાઈ ટ્રેક્ટર લઈને નીકળ્યા હતા ત્યારે ગામના એક નશાખોર શખ્સે દારૂના નશામાં ટ્રેક્ટર આગળ આવીને આડો પડયો હતો. ખેડૂતે તેને રસ્તા પરથી ખસવા માટે વિનંતી કરી ત્યારે દારૂડિયાએ ઉદ્ધત વર્તન કરી ખેડૂત પાસે રૂ. 5,000ની માંગણી કરી હોવાનો આક્ષેપ થયો હતો.
દારૂડિયાના આતંકથી ત્રસ્ત ખેડૂત તાત્કાલિક ભાજપ અગ્રણી વિનુભાઈ ધડુક પાસે પહોંચ્યા હતા.આ મામલે ખેડૂત આગેવાન વિનુભાઈ ધડુકે 112 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી અને નસેડીને લોકો હવાલે કર્યો હતો વિનુભાઈ ધડકે આક્ષેપ કર્યો હતો કે સાણથલીમાં દેશી અને અંગ્રેજી દારૂનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે અને જવાબદાર તંત્ર કોઈ કડક પગલાં ભરી રહ્યું નથી. આ ગંભીર સ્થિતિ અંગે તેમણે ટેલિફોનિક માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરી હતી.
વિનુભાઈ ધડુકે તંત્રને અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે ગામમાં દારૂના હાટડા ચલાવનારા સામે જો તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી ટૂંક સમયમાં ગ્રામજનોને સાથે રાખીને જનતા રેડ કરવામાં આવશે.