error: This Content is protected !!

વિંછીયાની સીમમાં દારૂ બિયર ના કટીંગ વેળાએ પોલીસ ત્રાટકી 12.81 લાખનો મુદામાલ જપ્ત પાંચ બુટલેગરની ધરપકડ

હિતેષ રોજાસરાની વાડીમાં રાજસ્થાનની બુટલેગર ક્રેટા કારમાં દારૂ ભરી આવ્યો અને માલ ખાલી થતો તો ત્યાં જ એલસીબીની ટીમે દરોડો પાડ્યો

 

 

વિંછીયાની સીમમાં વાડીમાં ચાલતાં દારૂના કટીંગ વેળાએ રૂરલ એલસીબીની ટીમ ત્રાટકી હતી અને 12.81 લાખનો મુદામાલ જપ્ત કરી પાંચ બુટલેગરની ધરપકડ કરી હતી. બુટલેગર હિતેષ રોજાસરાની વાડીમાં રાજસ્થાનની બુટલેગર ક્રેટા કારમાં દારૂ ભરી આવ્યો અને માલ ખાલી થતો તો ત્યાં જ એલસીબીની ટીમે દરોડો પાડી દારૂ અને બિયરની 1404 બોટલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. દરોડાની વિગત મુજબ, રૂરલ એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઇ ગોહિલ, કોન્સ્ટેબલ અમિતભાઈ સુરૂ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે વિંછીયાના મોટા માત્રા ગામના દિલીપભાઈ કનુભાઈ ચાવડા વિંછીયાના હિતેશભાઇ રતાભાઇ રોજાસરાની વાડીએ ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઉતારે છે તેવી મળેલ ચોકકસ બાતમીના આધારે વિંછિયા ગામથી શીતળામાના ઢોરા પાસે આવેલ વાડીએ દરોડો પાડ્યો હતો.વાડીની અંદર એક ક્રેટા નં.GJ-18-EE-9462 પડેલ હતી અને પાંચ શખ્સો ગાડીમાથી ઇંગ્લીશ દારૂની પેટીઓ ઉતારતા હોય જેથી પોલીસે પાંચેય શખ્સોને પકડી વાડીની માલીકી બાબતે પુછતા હિતેષ રોજાસરાએ વાડી છેલ્લા પાંચ વર્ષથી ભાગીયા તરીકે રાખતા હોવાનુ જણાવેલ હતું.જે બાદ પકડાયેલ શખ્સના નામ પુછતા પોતાનુ નામ હિતેષભાઇ રતાભાઇ રોજાસરા (ઉ.વ.36, રહે-વિંછીયા, શહિદ ઝવેરભાઇ વાલાણી શેરી), દિલીપભાઇ કનુભાઈ ચાવડા (ઉ.વ.40, રહે-મોટા માત્રા,વિંછીયા), કિશનભાઇ હકાભાઇ તલસાણીયા (ઉ.વ.-27, રહે.વિંછીયા) અને રાહુલ ભાવેશ તલસાણીયા (ઉ.વ.19, હે-વિંછીયા), વિકાસ હરલાલ બિશ્નોઇ (ઉ.વ.-21, રહે-રણોદર, રાજસ્થાન) હોવાનુ જણાવેલ હતું.પોલીસે દારૂની બોટલો 1020 રૂ.2,08,872 અને બીયર ટીન નંગ-384 રૂ. 48 હજાર મળી રૂ.2.56 લાખનો દારૂ અને બિયર, કાર મળી કુલ રૂ.12.56 લાખનો મુદામાલ કબ્જે કરી પકડાયેલ શખ્સોની પૂછતાછ આદરી હતી.વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ દારૂનો જથ્થો હિતેશ રોજાસરા અને કિશન તલસાણીયાએ મંગાવ્યો હતો. જે દારૂની વ્યવસ્થા દિલીપ ચાવડાએ રાજસ્થાની બુટલેગર વિકાસ બીશ્નોઈ મારફત કરી આપી હતી. જે બાદ ગઈકાલે વિકાસ રાજસ્થાનથી કારમાં દારૂ ભરી હિતેશ રોજાસરાની વાડીએ આવ્યો હતો અને દારૂનું કટીંગ ચાલુ હતું તે દરમિયાન જ એલસીબીની ટીમ ત્રાટકી હતી અને પાંચે શખ્સોને પકડી કાર્યવાહી કરી હતી.