error: This Content is protected !!

આર.ટી.ઓ. કચેરીની નવતર પહેલ અરજદારોને દિશાનિર્દેશ કરશે ‘કલર-કોડેડ’ નેવિગેશન સિસ્ટમ સમયનૉ બચાવ થશૅ

દિશાસૂચક કલર પટ્ટાથી રોજના ૭૦૦થી વધુ અરજદારોને વિભાગ શોધવામાં સરળતા રહેશે, આર.ટી.ઓ. અધિકારી આઈ.એસ.ટાંક   

 

 

શું તમારે લાઇસન્સ સંબંધી કોઈ કામ છે ? તો આ બ્લ્યુ પટ્ટી માર્ગદર્શિકા ફોલો કરો.. લોન, રજીસ્ટ્રેશન, ડુપ્લીકેટ આર.સી. માટે કામ છે તો યલો પટ્ટી ફોલો કરો.. મેમો કે ડિટેઇન થયેલા વાહન છોડાવવાના છે તો રેડ પટ્ટીની દિશામાં આગળ વધો... આવી જ રીતે આર.ટી.ઓ. કચેરીએ કોઈપણ કામ માટે આવતા અરજદારોને હવે કંઇ દિશામાં, કંઇ બારી કે ઓફિસમાં જવું તેના માટે કોઈને પૂછપરછ નહીં કરવી પડે... કારણ કે, રાજકોટની આર.ટી.ઓ. કચેરીમાં સામાન્ય માણસને સમજાય તે રીતે કલર કોડ નેવિગેશન સિસ્ટમ (દિશાસૂચક) ઉભી કરવામાં આવી છે.

આ બાબતે આર.ટી.ઓ. અધિકારી આઈ.એસ.ટાંક જણાવે છે કે, આર.ટી.ઓ. ખાતે વિવિધ કામ માટે રોજના ૭૦૦થી વધુ લોકો આવે છે. મોટરિંગ પબ્લિક અને સામાન્ય અરજદારોની સુવિધામાં વધારો કરવા તથા કચેરીનું કામકાજ વધુ સરળ અને ઝડપી બનાવવાના હેતુથી એક વિશેષ અને નવતર ફ્લોર નેવિગેશન સિસ્ટમ (દિશાસૂચક માર્ગદર્શિકા) શરુ કરવામાં આવી છે. સામાન્ય રીતે કચેરીમાં અલગ-અલગ કામો માટે કંઇ બારી કે ક્યાં રૂમમાં જવું તેની મૂંઝવણ અરજદારોને રહેતી હોય છે, જેનો કાયમી ઉકેલ આ કલર-કોડેડ સિસ્ટમથી લાવવામાં આવ્યો છે