મંત્રી બાવળીયા પ્રેરિત પવિત્ર યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ થી શાશ્વત શિવ સ્થાનક શ્રી સોમનાથ મંદિરે સવારે 6: કલાકે ધ્વજા રોહણ પૂજન અર્ચન કરી 350 કિ.મી ની જન કલ્યાણ શિવ વંદના પદયાત્રા પૂર્ણ
શ્રી ઘેલા સોમનાથ થી સોમનાથ વેરાવળ સુધીની જનકલ્યાણ શિવ વંદના પદયાત્રા અવિરત પરિશ્રમ થકી યુવાનો જેવી ઉર્જા ધરાવતા થાક એટલે શું ઉંમર માત્ર આંકડો છૅ ભગવાન સોમનાથ પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા જનસેવાના હિમાયતી કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા પ્રેરિત પંચાળ પ્રદેશના પાવન તીર્થધામ શ્રી ઘેલા સોમનાથ મંદિર થી શાશ્વત શિવ સ્થાનક શ્રી સોમનાથ મંદિર સુધી 250 કિલોમીટર અંદર કાપી જન કલ્યાણ શિવ વંદના પદયાત્રા આજે સોમનાથ મહાદેવના ચરણોમાં સંપન્ન થઈ વહેલી સવારે 06=00 કલાકે સોમનાથ મહાદેવ ની પુજા અર્ચના કરી ને ધ્વજારોહણ કર્યું પદયાત્રા પૂર્ણ થઈ હતી આ અવસરે સૌ પદયાત્રીઓ અને ભાવિકો નૉ ઉત્સવ ઉડીને આંખે વળગે તેવો હતો