જસદણમા ભવાની આર્ટ કેમ્પમા બાળકોનૅ ચકલી ઘર બનાવવા પક્ષીઓને આશરૉ ચણ પાણી સંરક્ષણ સહિત સમજ અપાઇ
માટે અનોખું અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન બાળકોને “ચકલી ઘર” કેવી રીતે બનાવવું તેની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. સાથે સાથે ચકલીઓ અને અન્ય પક્ષીઓ માટે ઘર બનાવવાનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં બાળકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત બનાવવાના હેતુથી પક્ષીઓના સંરક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉનાળાની ગરમીમાં પક્ષીઓને આશરો અને પાણીની જરૂરિયાત અંગે સમજ આપી બાળકોને ચકલી ઘર બનાવવામાં ઉત્સાહિત કરવામાં આવ્યા હતા.
ભવાની આર્ટ કેમ્પના આયોજકો દ્વારા જણાવાયું હતું કે આજના સમયમાં ચકલીઓની સંખ્યા ઘટી રહી છે, ત્યારે આવા પ્રયાસો દ્વારા બાળકોમાં પ્રકૃતિ અને પક્ષીઓ પ્રત્યે લાગણી વિકસે તે જરૂરી છે.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાની સર્જનાત્મકતા દર્શાવી સુંદર ચકલી ઘરો તૈયાર કર્યા હતા. આયોજકો દ્વારા તમામ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
.