error: This Content is protected !!

રાજકોટ જિલ્લા કોંગ્રેસ મૉવડી મંડળની ઉપસ્થિતિમાં જસદણ વીંછીયા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખોની વરણી ને આગેવાનો દ્વારા આવકાર

જસદણ વિંછીયા તાલુકા શહેર મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિમણૂક રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખ હિતેશભાઈ વોરાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મનિષાબા વાળાની વિશેષ ઉપસ્થિતિમાં જસદણ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે શહેનાઝબેન બસીરભાઈ પરમાર જસદણ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે સોનલબેન સંજયભાઈ રંગાણી વિંછીયા તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે રેખાબેન રાજપરા વિંછીયા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગોપાબેન ઘોરિયાની નિમણૂક કરવામાં આવિ,

       આ કાર્યક્રમમાં જસદણ વિંછીયા ના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસરભાઈ નાકિયા જસદણ તાલુકા કોંગ્રેસ સમિતિના સન્માન્ય પ્રમુખ સુરેશભાઈ ગીડા વિછીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ મુકેશભાઈ રાજપરા જસદણ શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરુભાઈ છાયાણી જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ હિતેશભાઈ વોરા જસદણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નરેશભાઈ બેરાણી રાજકોટ જિલ્લા માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન બશીરભાઈ પરમાર રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી જયેશભાઈ મયાત્રા જસદણ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ વિપુલભાઈ ઝાપડિયા તેમજ જસદણ વિછીયા તાલુકા શહેરના નાના-મોટા કાર્યકરો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની વિચારધારા ઘર ઘર સુધી પહોંચાડવી, 28 ડિસેમ્બર કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી કરવી, તેમજ મહિલાઓ ઉપર થતા અત્યાસાર રોકવા, તેમજ મહિલાઓને રોજગારી મળી રહે તે માટે મંડળોની સ્થાપના કરવી, મહિલા સંગઠનને મજબૂત કરવું, તેમજ જસદણ શહેર તાલુકા તેમજ વિછીયા તાલુકા શહેરના તમામ નાગરિકોની સરકારી કચેરીમાં પડતી મુશ્કેલીમાં કોંગ્રેસ પક્ષ કઈ રીતે મદદરૂપ બની શકે તેવી બાબતો ઉપર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો