error: This Content is protected !!

સરધાર ના કાળીપાટ પાસે દૂધ ટેમ્પો અકસ્માતમાં ઘવાયેલા મૂળ જસદણના હાલ સુરતના અનિલભાઈનું મોત

૩૦ એપ્રિલે એક આધેડનું મોત થયું જે પછી સુરેશભાઈ નામના પ્રૌઢે દમ તોડયો'તો મૃત્યુ આંક ત્રણ થયો ઈજાગ્રસ્તોમાં અનિલભાઈના પત્ની અને બાળકો પણ સામેલ હતા 

 

સરધારના કાળીપાટ પાસે દૂધ ટેમ્પો અકસ્માતમાં ઘવાયેલા સુરતના અનિલભાઈ ધીરુભાઈ ચોવસીયાનું મોત નીપજ્યું હતું. જેથી મૃત્યુ આંક ૩ થયો છે. બનાવના દિવસે ૩૦ એપ્રિલે એક આધેડનું મોત થયું જે પછી સુરેશભાઈ નામના પ્રૌઢે દમ તોડયો હતો, ૧૧ ઈજાગ્રસ્ત થયાં હતા જેમાં અનિલભાઈના પત્ની અને

બાળકો પણ સામેલ હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ૩૦ એપ્રિલે જીજે.૦૩. બીવાય. ૫૫૫૧ નંબરનું મીની આઈસર જેવું માલવાહક વાહન મુસાફરો અને દૂધના કેન લઈને પસાર થઈ રહ્યું હતું. આ સમયે હાઈવે પર એક કાર ચાલકે અચાનક યુ-ટર્ન લેતા, તેને બચાવવાના પ્રયાસમાં ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે વાહન પલ્ટી મારી જતાં ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતમાં ગંભીર ઈજા થવાથી ભીમાભાઈ અમરશીભાઈ મકવાણા (ઉંમર વર્ષ ૫૫, રહે. દહીંસરા, તાલુકો જસદણ)નું હોસ્પિટલ ખસેડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૂળ જસદણના દહીંસરા ગામના વતની અને હાલ સુરત રહેતા જીતેશભાઈ ધીરુભાઈ ચોવસીયા (ઉ.વ. ૨૭), તેમના પત્ની અંજલીબેન (ઉ.વ. ૨૫) અને તેમના ચાર સંતાનો – મિતલ (ઉંમર વર્ષ૮), નતાશા (ઉંમર વર્ષ ૭), અનુસ (ઉંમર વર્ષ ૫) અને કાર્તિક (ઉંમર વર્ષ ૫) ટેમ્પો ચાલક માંડલભાઈ ગુંજાભાઈ માંડ (રહે. વડાળી), માવજીભાઈ ગોપાલભાઈ લીંબડીયા (ઉંમર વર્ષ ૫૫ રહે વડાળી) પ્રવીણભાઈ કરસનભાઈ ચાવડા (ઉંમર વર્ષ ૪૫ રહે વડાળી), મહેશભાઈ ગોપાલભાઈ દેવીદાસભાઈ ગોંડલીયા (ઉંમર વર્ષ ૨૭ રહે વડાળી સૂરજ ઉર્ફે સુરેશભાઈ ધીરુભાઈ ઉધરેજા (ઉંમર વર્ષ ૩૦, રહે વડાળી)ને હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર દરમિયાન તા. ૬ મે ના રોજ સુરેશભાઈ ઉધરેજાનું મૃત્યુ નીપજ્યું હતું અનિલભાઈ અને તેમના પરિવારજનો સારવાર લઈને પ્રાઇવેટ હોસ્પિટલ કે પોતાના ઘરેથી સારવાર લેતા હતા. જોકે ગઈકાલે અનિલભાઈ અને તેમના પુત્રીને પરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમાં સારવાર દરમિયાન અનિલભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. મૂળ જસદણના દહીસરા ગામના વતની અને હાલ સુરત આમરોલી વિસ્તારમાં રહેતા અનિલભાઈના પત્ની અંજલીબેન અને તેમના ચાર સંતાનોને પણ આ અકસ્માતમાં ઇજા થઈ હતી. ઈજાગ્રસ્ત અંજલીબેન ચોવસીયા ભાડલા ગામે પોતાના પિયર આવ્યા હતા. ત્યાંથી તેઓ પોતાના પતિ અને બાળકો સાથે માલવાહક વાહનમાં બેસી રાજકોટ આવવા નીકળ્યા હતા. રાજકોટથી તેઓ ખાનગી ટ્રાવેલ્સની બસ પકડી સુરત જવાના હતા. જોકે, સુરત પહોંચે તે પહેલા જ કાળીપાટ પાસે આ કાળમુખો અકસ્માત નડતા હસતો-રમતો પરિવાર હોસ્પિટલ પહોંચી ગયો હતો. તેમાં પણ ઇજાઓના કારણે સારવાર દરમિયાન અનિલભાઈનું ગઈકાલે મૃત્યુ નીપજ્યું હતું. જેથી પરિવારમાં આનંદ છવાયો હતો.