જસદણ વી,હિ,પ,તથા બજરંગ દળ દ્વારા 11 દિવસથી ધૉમ ધખતા તાપમા મસાલા છાશ પીરસીનૅ રાહ દારીયો વાહન ચાલકો ને ટાઢક આપે છૅ
જસદણ શહેરની મૅઇન બજાર મોટા રામજી મંદિર પાસે છેલ્લા 11 દિવસથી આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા પંચરત્ન છાશ મરી ફુદીનો ધાણાજીરું સંચળ મસાલા મિક્સ ઉનાળાની ધૉમ ધખતી ગરમીમાં આ છાશનું વિતરણ થઈ રહ્યું છે આ સેવાભાવી યુવાનો દ્વારા છેલ્લા 11 દિવસથી ઠંડી ઠંડી અને કોઠાને ટાઢક પહોંચાડતી મસાલા યુક્ત છાશનું અવિરત પણે વિતરણ વાહન ચાલકો રાહ દારીઑ નગરજનોમાં થઈ રહ્યું છે આ સેવા કાર્યમાં આંતરરાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ દીપકભાઈ વાઘેલા અમરસિંહભાઈ રાઠોડ વિજયભાઈ રાઠોડ પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી ભલીભાઇ સહિત અનેક સેવાભાવી આગેવાનો અહીં સેવા આપી રહ્યા છે અને બળબળતી ગરમીમાં રાહદારીઓ વાહન ચાલકો અને નગરજનોના હૈયે ટાઢક પહોંચાડી રહ્યા છે