error: This Content is protected !!

જસદણ પાલિકાની વેરા વળતર યોજનાનૉ લાભલૅવા અનુરોધ તા,30 સુધીમાં ભરનારને 10% ડિસ્કાઉન્ટ નહિ ભરનારને 15 ટકા દંડ ફટકારા છૅ

મંત્રી કુવરજીભાઈ બાવળીયા તથા પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી ની કરવેરો નિયમિત ભરવા શહેરના વિકાસમાં સહભાગી થવા લૉકૉનૅ અપીલ

 

જસદણ વિછીયાના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ના માર્ગદર્શન અને નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણીની આગેવાની હેઠળ નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓના સંયુકત પ્રયાસ થકી જસદણ નગરપાલિકામાં નિયમિત કરદાતાઓને પ્રોત્સાહન મળી રહે તે માટે વેરા વળતર યોજના અમલમાં લાવેલ છે, જેમાં જસદણ નગરપાલિકામાં વેરા વળતર યોજના અંતર્ગત પ્રતિ વર્ષ ૩૦-જુન સુધીમાં વેરો ભરપાઈ કરનાર આસામીઓને ચાલુ વર્ષના મિલકત વેરામાં ૧૦% વળતર આપવામાં આવનાર હોય, જેથી કરદાતાઓને આ વેરા વળતર યોજનાનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે સમયસર વેરો ન ભરનાર નાગરિકોને 15 ટકા દંડનીય કાર્યવાહીનો સામનો કરવો પડશે દંડનીય પેનલ્ટી વ્યાજ નિયમો-૨૦૨૬ મુજબ ૩૧-માર્ચ-૨૭ સુધીમાં નાગરિકો દ્રારા કરવેરા ભરવામાં નહિ આવે તો ૧૫% દંડનીય પેનલ્ટી વ્યાજ સહીતની કરવેરાની રકમ નગરપાલિકા દ્રારા વસુલ કરવામાં આવશે જેથી જસદણ નગરપાલિકા વિસ્તારના નાગરિકોને પેનલ્ટીથી બચવા અને વેરા વળતર યોજનાનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે, અને કેબીનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયે જસદણ શહેરના નાગરિકોને વેરા વળતર યોજનાની ભેટ આપવા બદલ આભાર પ્રગટ કરવામાં આવ્યો છે