જસદણ વિંછીયા રાજકોટ જેતપુર અનૅ કોટડાસાંગાણી તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ મહિલા જાહેર ક્ષેત્રમાં મહિલાઓનો દબદબો
50 ટકા મહિલા અનામતની અમલવારી જિલ્લાની ૧૧માંથી ૮ તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખ, ૭ ઉપપ્રમુખ બીનહરીફ જાહેર
સ્થાનીક સ્વરાજની ચુંટણીના પરિણામમાં તાલુકા પંચાયતમાં ભાજપને તોતીંગ બહુમતિ મળ્યા બાદ આજે પ્રમુખ-ઉપપ્રમુખ માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા જો કે, રાજકોટ જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતમાં ૫૦ ટકા મહિલા અનામતની અમલવારી કરવામાં આવતા ૮ તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખની બીનહરીફ વરણી કરવામાં આવી છે.જેમાં ધોરાજી, જેતપુર, કોટડાસાંગાણી, લોધીકા, રાજકોટ, પડધરી, જસદણ અને વિંછીયા તાલુકા પંચાયતનું સુકાન મહિલાઓને સોંપવામાં આવ્યું છે.જિલ્લાની રાજકોટ, જેતપુર, કોટડાસાંગાણી અને જસદણ તાલુકા પંચાયતોનું સુકાન પ્રમુખ અને ઉપપ્રમુખ બન્ને મહિલાઓના હાથમાં સોંપવામાં આવ્યું છે. જ્યારે ઉપલેટા, જામકંડોરણા, જેતપુર, ગોંડલ, કોટડાસાંગાણી, રાજકોટ અને જસદણ તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ તરીકે મહિલાઓને સુકાન સોંપવામાં આવ્યું છે. સ્થાનીક સ્વરાજની ચુંટણી પહેલા તાલુકા પંચાયતોમાં રોટેશન જાહેર કરી દેવામાં આવ્યા હતા તેમાં રાજકોટ તાલુકામાં SC મહિલા, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડાસાંગાણી, લોધીકા, પડધરી તાલુકા પંચાયતમાં જનરલ બેઠક અને તેમાં જસદણ
જેતપુર, પડધરીમાં મહિલા પ્રમુખ અને ઓબીસીમાં ધોરાજી, ઉપલેટા અને વિંછીયા તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે અને તેમાં ધોરાજી અને વિંછીયા તાલુકા પંચાયતમાં ઓબીસી મહિલાઓ પ્રમુખની ટર્મ જાહેર કરવામાં આવી છે તે મુજબ જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખની વરણી કરવામાં આવી છે.