error: This Content is protected !!

જનગણના સ્વગણના અંતર્ગત કેબિનેટ મંત્રી બાવળીયા તથા પૂર્વ ધારાસભ્ય બૉઘરા ઍ ઓનલાઇન વિગતો ભરી સૌ નાગરિકોનૅ જોડાવા અપીલ કરી

જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળીયા તથા પૂર્વ ધારાસભ્ય અનૅ કે ડી પી હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો ભરતભાઈ બોઘરા ઍ સ્વ ગણના અંતર્ગત ઓનલાઈન વિગતો ભરી સૌ લોકોને જોડાવા અપીલ કરી છે ભારત સરકાર ના ગૃહમંત્રાલય હેઠળ વસ્તીગણતરી ૨૦૨૭ નો પ્રથમ તબક્કો શરૂ થઈ ગયેલ છે જેમાં ઘર યાદી અને મકાનો ની ગણતરી( HLO ) થઈ રહેલ છે આ ગણતરી ડિજિટલ થવાની હોય તેમાં લોકો પણ પોતાની માહિતી ડિજિટલી આપી શકે તેમાટે પણ સરકાર દ્વારા તા.૧૭ મે થી ૩૧મે૨૦૨૬ સુધી વસ્તી ગણતરી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે જે અન્વયે જસદણ નગરપાલિકા ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા દ્વારા સ્વ - ગણતરી (self - enumeration) કરેલ તેમજ મંત્રી કુંવરજીભાઈ દ્વારા જસદણ ના તમામ નાગરિકો ને પણ સ્વ - ગણતરી (self - enumeration) માં ઉત્સાહ સાથે સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો હતો જનગણના-2027 અંતર્ગત પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઈ બોઘરાએ વિગતો ઓનલાઈન ભરી, સૌને જોડાવવા અપીલ કરી હતી જનગણના ૨૦૨૭' કાર્યક્રમ અંતર્ગત 'સ્વગણના' પ્રક્રિયામાં પરિવારની વિગતો ઓનલાઇન ભરી ડૉ. ભરતભાઈ બોધરાએ નાગરિક તરીકેનું કર્તવ્ય નિભાવ્યું હતું. હાલ વસ્તી ગણતરી-2027 અંતર્ગત ઘરબેઠા ઓનલાઈન વિગતો ભરી શકો છો, જેની માહિતી પણ વીડિયો મારફત સમજાવાઈ છે તો ડૉ ભરતભાઈ બોધરાએ અપીલ કરતા જણાવ્યું કે, સૌ નાગરિકોને સ્વગણના કાર્યક્રમમાં જોડાઈ, પોતાની અને પરિવારની સાચી વિગતો ભરવા જણાવ્યું હતું. 17 મે થી 31 મે દરમિયાન આ 'સ્વગણના' અભિયાનમાં જોડાઓ અને ઘરે બેઠા જ ઓનલાઈન સાચી માહિતી ભરવા અપીલ કરી હતી