error: This Content is protected !!

જસદણના લીલાપુરની સીમમાં જુગાર અંગે દરૉડૉ પત્તા ટીચતા નવ શકુનીઑ ઝડપાયા

પડ માંથી રોકડ રૂ. ૬૧ હજાર, આઠ મોબાઇલ, ઈકો ગાડી સહિત રૂ.૪.૦૨ લાખનો મુદ્દામાલ કબજે

 

 

જસદણના લીલાપુર ગામની સીમમાં વાડી પાસે ચાલતા જુગારધામ પર જસદણ પોલીસે દરોડો પાડી જુગાર રમતા નવ શખ્સોને ઝડપી લીધા હતાં. પોલીસે રોકડ રૂ. ૬૧ હજાર, આઠ મોબાઈલ અને એક ઇકો કાર સહીત કુલ રૂ.૪.૦૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જસદણ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન મળેલી બાતમીના આધારે

લીલાપુર ગામની સીમમાં મગનભાઈ પરસોતમભાઈ પોકીયાની વાડીની બાજુમાં જાહેરમાં કેટલાક શખસો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસની ટીમે અહીં દરોડો પાડી જુગાર રમતા નવ શખસોનૅ ઝડપી લીધા હતાં.જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં મુન્ના અભુ કીહલા, રાજુ સોમા કુકડીયા, રસિક કમા સાગઠીયા, રમેશ ધરમશી બેરાણી, બુધા હરજી મીઠાપરા, હર્ષદ રતા ભાલાળા, પ્રવિણ ઘુઘા કટેશીયા અને અનિલ મનહર કટેશીયાનો સમાવેશ થાય છે. પોલીસે રોકડ રૂ. ૬૧,૦૬૦ તથા આઠ મોબાઇલ ફોન અને એક ઈકો કાર સહિત કુલ રૂ. ૪.૦૨ લાખનો મુદ્દામા કબજે કર્યો હતો.