error: This Content is protected !!

પ્રકૃતિના ખોળે પક્ષી રાજ કાળઝાળ ગરમીમાં વૃક્ષની છાંયે પક્ષી ઘર ધરતીનો છેડો એટલે ઘર

ધૉમ ધખતા તાપમા માણસ હોય કે પશુ પક્ષી ઘર જેવી ઠંડક દુનિયાના કોઈ ખૂણે મળતી નથી

 

કહેવત છે કે દુનિયાનો છેડો ઘર' અને આ માટીનો ઓટલો મેળવવા માટે જીવ માત્રને આખી જિંદગી દોડધામ કરવી પડતી હોય છે. આકરા ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગમે તેટલો રોટલો મળી રહે, પણ આશરો મેળવવો એ જ મોટો પડકાર હોય છે. ધોમધખતા તડકા અને લૂ વચ્ચે માણસ હોય કે પશુ-પક્ષી, ઘર જેવી ઠંડક દુનિયાના કોઈ ખૂણે મળતી નથી. કાળઝાળ ગરમીથી બચવા માટે શાંત પક્ષીઓએ પણ હવે પ્રકૃતિના ખોળે પોતાનો છાંયો શોધી લીધો છે. વૃક્ષોની ડાળીઓ પર કલાત્મક માળાઓનું તોરણ બનાવી, તેમાં હીંચકા ખાતા અબોલ પક્ષીઓ કુદરતી વાતાવરણમાં અનોખો નિજાનંદ માણી રહ્યા છે રાહતના બે શ્વાસ અને પક્ષીરાજનો સંદેશ કોઈપણ પક્ષી માટે વૃક્ષની શીતળ છાંયામાં લટકક્તો માળો એ જ તેના ઘરનું સાચું સરનામું બને છે. અહીં કલાકોની તનતોડ મહેનત બાદ પક્ષીઓ ગરમીથી બચીને રાહતના બે શ્વાસ લેતા જોવા મળે છે. સંતોષ અને શાંતિ થોડામાં પણ કેવી રીતે મેળવી શકાય, તે આ પક્ષીરાજ પાસેથી માણસે શીખવા જેવું છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ માટી કે તણખલાના ઘરમાં જે મમતા અને સુખનો આનંદ મળે છે, તે જ આ અબોલ જીવોનું સાચું સામ્રાજ્ય છે.