error: This Content is protected !!

જસદણના ગોખલાણા પાસે બે કાર વચ્ચે જીવલેણ ટક્કર બે પિતરાઈ ભાઈના મોત પાંચ ઘાયલ

ઘનશ્યામ બેરાણી અને રાજેશ બેરાણી જસદણ થી પરત ફરતી વેળાએ મહાદેવ જીન પાસે બોલેરો કાર સાથે અકસ્માત સર્જાયો હતો બંનેના ઘટના સ્થળે જ મોત

 

 

સામા પક્ષે બૉલૅરૉ ચાલક સહિત પાંચ લોકો ઇજાગ્રસ્ત થતા સારવારમાં પોલીસે ગુનો નોંધી બોલેરો ચાલક પ્રવીણ જાપડીયા ની ધરપકડ કરી બનાવથી પંથકમાં શોક છવાયો

 

જસદણના ગોખલાણા ગામ નજીક એક હૃદયદ્રાવક અસ્માત સર્જાયો હતો. મોડી સાંજે અહીંથી પસાર થતી કાર અને બોલેરો વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં બે આશાસ્પદ યુવક કે જેઓ સંબંધમાં પિતરાઈ થાય છે તેમના ઘટનાસ્થળે જ કમકમાટભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણને ગંભીર ઈજા પહોંચતા આટકોટની પારેવાડિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. બોલેરોના મુસાફરો બાબરા તાલુકાના સુખપરથી જસદણ તરફ આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. જસદણ તાલુકાના ગોખલાણા ગામના પાટીયા

નજીકથી પસાર થઈ રહેલી કાર અને બોલેરો જીપના ચાલકોની અંધારાના લીધે આખ અંજાઈ જતાં બન્ને વાહન સિંગલ પટ્ટી રોડ પર સામસામે આવી ગયા હતા અને કોઇ એક વાહન સાઈડમાં લે તે પહેલાં તો બંન્ને વાહન મોરેમોરો અથડાઈ પડ્યા હતા અને કારના ચાલક અને પાસે બેઠેલા પિતરાઈના મક્માટી ભર્યા મોત નીપજ્યા હતા. મૃતકોની ઓળખ ઘનશ્યામ મઘાભાઈ બેરાણી ઉ.વ.25 અને રાજેશભાઈ બેરાણી (ઉ.વ.28)તરીકે થઈ હતી. આ બંને સગા પિતરાઈ ભાઈ થતા હોઈ અને કંધોતરની અણધારી વિદાયથી પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.ગેરેજ સંચાલક રાજેશની બે દીકરીએ પિતાનું છત્ર ખોયું મૃતકો પૈકી રાજેશ પરિણીત હોવાનું અને તેને બે દીકરી હોવાનું સામે આવ્યું છે. રાજેશ ગેરેજનો વ્યવસાય કરતો હતો અને કામ પતાવીને ઘરે ગોખલાણા આવી રહ્યા હતા ત્યારે આ કરુણ ઘટના બની હતી જ્યારે ઘનશ્યામ અપરિણીત હોવાનું ખુલ્યું છે. સામા પક્ષે બૉલૅરૉ ચાલક સહિત પાંચ લોકોને ઈજા થતાં હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા અને જસદણ પોલીસે ગુનો નોંધી બોલેરો ચાલક પ્રવીણ ઝાપડીયાની ધરપકડ કરી હતી બનાવથી જસદણ પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે