error: This Content is protected !!

જસદણમાં ગત 18 નવેમ્બરના ઝાડીમાંથી મળેલ નવજાત શિશુને ત્યજી દેનાર કુવારી માતાની ધરપકડ DNA મા થયો ભાંડાફોડ જસદણ તથા રાજકોટની ખાનગી હોસ્પિટલો અને પરિણીત યુવક પણ તપાસના દાયરામાં

જસદણના આટકોટ રૉડ આવૅલ ગંગાભુવન વિસ્તારમાં ગત 18 નવેમ્બરના રોજ વૅરાન કાટાની ઝાડીમાંથી મળી આવેલા નવજાત શિશુ અને બાદમાં તેના મોત મામલે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ કેસમાં ટેકનિકલ પુરાવા અને DNA ટેસ્ટ તેમજ તેના રિપોર્ટના આધારે બાળકને જન્મ આપનાર અપરણિત માતાની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગત 18 નવેમ્બરના રોજ રાત્રિના સમયે પ્રમુખ પાર્ક સોસાયટી નજીક કાંટાળી બાવળની ઝાડીઓમાંથી બાળકના રડવાનો અવાજ આવતા સ્થાનિકોએ તપાસ કરી હતી, જ્યાં એક માસૂમ નવજાત શિશુ બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. 108 મારફતે બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયું હતું. પરંતુ કમનસીબે સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના થી સમગ્ર પંથક અરેરાટી વ્યાપી હતી

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જસદણ પોલીસ સ્ટેશનના પીઆઇ સિધ્ધરાજસિંહ ગોહિલ અને ટીમ દ્વારા CCTV ફૂટેજ અને સ્થાનિક હોસ્પિટલોના ડેટાની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન કિંજલ મનસુખ ધંધુકિયા નામની યુવતી શંકાના દાયરામાં આવી હતી. જે તે વખતે પૂછપરછ દરમિયાન યુવતીએ બાળક પોતાનું હોવાનો ઈનકાર કર્યો હતો. જો કે, પોલીસે વૈજ્ઞાનિક ઢબે તપાસ આગળ વધારી DNA ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ દ્વારા સાબિત થયું હતું કે ધરપકડ કરાયેલ યુવતી જ બાળકની માતા છે અને તે અપરણિત છે.આથી તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને

ખાનગી હોસ્પિટલો અને સહયોગીઓ સામે તપાસ નૉ જૉર ચાલી રહયૉ છૅ

પોલીસ તપાસમાં અન્ય પણ કેટલાક મહત્વના મુદ્દાઓ સામે આવ્યા છે. જેમાં યુવતીએ પ્રસુતિ માટે જસદણની પલ હોસ્પિટલ અને માધવ હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યાં શંકા જતાં તેને અન્યત્ર ખસેડાઈ હતી. બાદમાં રાજકોટની મિરેકલ હોસ્પિટલમાં પણ તેણે સારવાર લીધી હોવાનું ખુલ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ કેસમાં જસદણના જ એક પરિણીત યુવકની સંડોવણી હોવાની આશંકા છે. આ ઉપરાંત, બાળકને ઝાડીઓમાં ફેંકવામાં પરિવારના અન્ય સભ્યોની મદદ લેવાઈ હતી કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ તેજ કરી છે. જસદણ પોલીસના આ ખુલાસા બાદ આગામી દિવસોમાં આ કેસમાં વધુ ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.