error: This Content is protected !!

તેરા તુજકો અર્પણ જસદણ પોલીસે સાયબર ફ્રોડનો ભોગ બનેલ અરજદારોને ૧.૭૧ લાખની રોકડ પરત કરી

રાજકોટ જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા જસદણના મદદનીશ પોલીસ અધિક્ષક ડો. નવીન ચક્રવર્તીના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસ સ્ટેશનના પો. ઈ. જે. પી. ગોસાઈની રાહબરી હેઠળ હેઠળ જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ સાયબર ફ્રોડ અંગે ટેકિનકલ ઈન્ફોર્મેશન, ડિજીટલ એનાલીસીસ તથા અસરકારક કાર્યવાહી દ્વારા ત્રણ અરજદારોને સાયબર થયેલ રકમ રૂા. ૧,૭૧,૨૫૩ રીકવરી કરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મુળ માલિકોને પરત સોંપવામાં આવી અને સાયબર અવેરનેસ વિષે માહિતગાર કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરેલ હતું. આ કાર્યવાહી જસદણના પી. ગોસાઈ, પો. સ. ઈ. એમ. આર. ગોહિલ, પો. કો. પ્રવિણભાઈ માવજીભાઈ તથા આઈ. ટી. એક્ષપર્ટ હાર્દીકભાઈ દ્વારા કરવામાં આવી હતી.