જસદણ તા પં ના પ્રમુખ પદે ભાવનાબેન વેકરીયા ઉપ-પ્રમુખ મુનીબેન સોમાણી વિછીયા તા પં ના પ્રમુખ પદે જનકબેન રોજાસરા ઉપપ્રમુખ પદે રાજેશભાઈ તાવીયા નિયુક્ત
ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી
જસદણ અને વિંછીયા તાલુકા પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ભાજપને તોતિંગ બહુમતી મળી હતી જ્યારે પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ફોર્મ પ્રક્રિયા બાદ ચૂંટણી યોજાઈ હતી જેમાં જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ પદે ભાવનાબેન વેકરીયા તેમજ ઉપપ્રમુખ પદે મુનીબેન સોમાણી તૅમજ વિછીયા તાલુકા પંચાયતના પ્રમુખ પદે જનકબેન રોજાસરા તથા ઉપપ્રમુખ પદૅ રાજેશભાઈ તાવીયાની સર્વાનું મતે વરણી કરવામાં આવી હતી આ પ્રક્રિયા બાદ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ બંને તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના નવ નિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વિકાસના પ્રવાહમાં જસદણ અને વિછીયાના છેવાડાના માનવી સુધી વિકાસના મીઠા ફળ પહોંચે તે અંગે અમે સતત પ્રયત્નશીલ છીએ