જસદણના શિવરાજપુર ગૉડલાધારની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૬ પત્તા પ્રેમીઓ પકડાયા
એસ.પી વિજયસિંહ ગુર્જર ડીવાયએસપી નવીન ચક્રવર્તી ની રાહબરીમાં જસદણ પોલીસની કાર્યવાહી
જસદણ પોલીસે શિવરાજપુર ગામની સીમમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને ઝડપી પાડ્યા છે. રાજકોટ ગ્રામ્ય SP ગુર્જરની વિજયસિંહ સૂચનાથી ડીવાઇ ઍસપી ડો. નવીન ચક્રવતી, અધિક્ષક વિભાગની રાહબરી હેઠળ જસદણ પોલીસે શિવરાજપુરના ગોડલાધાર ગામની સીમમાં રેઈડ કરી જુગાર રમતા ૧. રમેશભાઈ ખોડાભાઈ મકવાણા, ઉ.વ. ૪૨, ધંધો -ખેતી, ૨. દિનેશભાઈ શંભુભાઈ રાદડીયા, ઉ.વ. ૩૪, ધંધો - હીરા ઘસવાનો, ૩. રાજેશભાઈ દેવશીભાઈ ઠુમ્મર, ઉ.વ. ૩૬, ધંધો - ખેતી, ૪. વિશાલભાઈ નારણભાઈ ઠુમ્મર, ઉ.વ. ૩૦, ધંધો - ખેતી, ૫. હરેશભાઈ વનજીભાઈ ઠુમ્મર, ઉ.વ.૪૦, ધંધો - ખેતી, તથા ૬. ભાવેશભાઈ વિરજીભાઈ આસોદરીયા, ઉ.વ. ૩૭, ધંધો - ખેતી રે. તમામ શિવરાજપુરને રોકડા રૂપિયા ૧૭,૫૦૦/- મોબાઈલ ફોન નંગ-૫:૨૩,૦૦૦/- મળી કુલ રૂા. ૪૦,૫૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ કામગીરી જસદણના પો.સબ.ઈન્સ. મથુરભાઈ વાસાણી, કિરીટભાઈ ખાચર, અશ્વિનભાઈ માલકિયા, પો.હેડ.કોન્સ. એમ.બી.બારૈયા, એ.એસ.આઈ. મહેશભાઈ કોબીયા સહિતની ટીમે કરી હતી.